આજના સમયમાં ક્યારે કોની સાથે શું બની જાય છે એ કોઈ કહી શકતું નથી. આજકાલ લોકોને જીવનમાં ખુશી આવવાની હોય પરંતુ આ ખુશી ક્યારેય છીનવાઈ જાય છે તે ખબર હોતી નથી. અમુક દુર્ઘટનાઓમાં અકસ્માતોને કારણે આજકાલ આવા અનેક કિસ્સાઓ બની જાય છે. અવારનવાર આવા કિસ્સાઓ આપણે સાંભળીયે છીએ.
આવી હૃદય પિગળાવી નાખે તેવી એક ઘટના બની ગઈ છે, આ ઘટના અમદાવાદમાં બની છે. આ ઘટનામાં જામનગર થી વારાણસી તરફ મુસાફરી કરતા એક પરિવારની દીકરી સાથે બની છે. આ પરિવાર હાલમાં જામનગરમાં રહેતું હતું. પરીવારની દીકરીનું નામ નિધિ હતું. નિધિને તેમના પરિવારમાં લોકોએ ખૂબ જ વહાલ, પ્રેમ અને ખુશીથી મોટી કરી હતી.
આ દીકરીને પરિવારમાં એટલો પ્રેમ આપવામાં આવતો હતો. અને આ દીકરી પરિવારમાં બધાને ખૂબ જ પ્રિય હતી. દીકરીને લગ્નની ઉંમર થઈ જવાને કારણે તેમના સગાઈ નક્કી કરવા માટે જામનગરથી સબંધ જોવા માટે જતા હતા. નિધિના પિતા સોનુલાલ વારાણસી સંબંધ જોવા માટે પરિવારને લઇ જતા હતા.
નિધિની સગાઈને લઈને પરિવારના લોકો ખૂબ જ ખુશ હતા. નિધિના સગાઈના કપડાની ખરીદીને લઈને બધી જ વસ્તુઓની તૈયારી થઈ ગઈ હતી. પરંતુ ક્યારે કઈ દુર્ઘટના બની જાય છે તે કોઈને ખબર હોતી નથી. જામનગરથી વારાણસી મુસાફરી કરતા સમયે એક અકસ્માત થાય છે. તેને કારણે નિધિને માથાના ભાગમાં ખૂબ જ મોટી ઈજા થાય છે.
અને પરિવારના લોકો તરત જ નીતિને અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દે છે. અને નિધિની સારવાર ચાલુ કરી દેવામાં આવે છે પરંતુ સારવાર દરમ્યાન કોઈને લાગતું નહોતું કે નિધિનું મૃત્યુ થઈ જશે. પરંતુ નિધિના માથાના ભાગમાં ઇજા થવાને કારણે તેને બ્રેઈન ડેડ થઈ ગયું હતું. અને તેને કારણે વ્યક્તિનું મૃત્યુ થાય જાય છે.
આ આઘાત નિધિના પરિવારના લોકોને ખૂબ જ લાગી જાય છે. પરંતુ તેના પિતા નિધિને બ્રેઇનડેડ થવાને કારણે પોતાની દીકરીને અન્ય લોકોના જીવમાં જીવંત જોવા માગતા હતા. તેને કારણે અંગદાન દેવાનો નિર્ણય કરે છે. આ સોનુ લાલ પોતાની દીકરી ગુમાવી હોવા છતાં ખૂબ જ પ્રેમાળ હૃદયના હતા.
અને નિધિનું કોમલ હદય, બંને કિડની, લીવર અને સ્વાદુપિંડ દાન કરવામાં આવ્યું હતું. અને આ 5 વ્યક્તિઓમાં કરવામાં આવ્યુ હતું. તેને કારણે આ 5 ને જ વ્યક્તિઓને જ નહીં પરંતુ તેમના પરિવારવાળાઓને પણ નિધિએ નવજીવન આપ્યું હતું. આવી રીતે નિધિના પરિવારમાં પોતાની દીકરીને બીજાના જેમાં જીવંત જોઈને ખુશ થયા હતા. પરંતુ તેમણે પોતાની ખૂબ જ લાડકી દીકરી ને ગુમાવી હતી તેમનો પણ તેમને ખૂબ જ દુઃખ હતું.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!