આજકાલ સમાજમાં શરમજનક ઘણી બધી ઘટનાઓ બની રહી છે. આવી ઘટનાઓને કારણે પરિવારના લોકોને ઘણું બધું સહન કરવું પડે છે. સમાજના મેણા-ટોણા પરીવારના લોકોને સહન કરવા પડે છે. આપણે થોડા સમય પહેલા વેવાઈ-વેવાણ ભાગી ગયાની ઘટના જોઈ હતી. પોતાના પુત્ર-પુત્રીના સંસાર જોડવાને બદલે તેમના માતા-પિતા પોતે આવા કામો કરી રહ્યા હતા.
આ ઘટના જેવી જ હાલમાં એક બીજી ઘટના સામે આવી છે. અને સમાજમાં યુવક-યુવતી પ્રેમ સંબંધમાં ભાગી જવાની અથવા તો પ્રેમ લગ્ન કરવાની ઘટનાઓ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ હાલમાં એવી એક ઘટના બની છે કે જે જાણીને સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે. આ ઘટના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં બની હતી.
પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા પરિવારમાં બની હતી. ગામમાં પરિવારમાં એક મહિલા તેમની 3 દીકરીઓ અને 1 દીકરો અને તેના સાસરીના સાસુ ભેગા રહેતા હતા. મહિલાની ઉંમર 46 વર્ષની હતી. મહિલાનો પતિ 1 વર્ષ પહેલા મૃત્યુ પામ્યો હતો. મહિલા વિધવા હતી. અને તેને કારણે મહિલા તેના દીકરા-દીકરીઓ અને તેની સાસુ સાથે પરિવારમાં રહી રહેતી હતી.
પરંતુ મોટી દીકરીની ઉંમર લગ્ન કરવાની થઈ જવાને કારણે તેનો સંબંધ શોધી રહ્યા હતા. અને આ દીકરીને સબંધી લોકોના બતાવ્યા પ્રમાણે 30 વર્ષનો યુવાન દીકરીને જોવા આવ્યો હતો. અને આ યુવાન પરિવારના લોકોને પસંદ આવતા તેનો સાથે પરિવારના લોકોએ દીકરીનો લગ્ન સબંધ કરવાનું વિચાર્યું હતું.
તેમની મોટી દીકરી અને 30 વર્ષના યુવકની સગાઈ કરવામાં આવી હતી. સગાઈ કર્યા બાદ અઢી મહિના સુધી આ સગાઇ રહી હતી. ત્યારબાદ દીકરીને આ યુવક પસંદ ન હોવાથી સગાઈ દીકરીએ તોડી નાખી હતી. અને જ્યાં સામાજિક સંબંધો પર સગાઈ તોડી નાંખીને સંબંધ પૂરો કરવાને બદલે દીકરીની માતાએ પોતાના જમાઈ સાથે ઘર બાંધવાનો નિર્ણય લીધો હતો.
સગાઈ તોડતાની સાથે જ દીકરીની માતાએ આ 30 વર્ષના યુવક સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યું હતું. તેને કારણે 46 વર્ષની માતાએ પોતાના જમાઈ સાથે લગ્ન કરવાનું નક્કી કરી નાખ્યા હતા. અને પરિવારના સાસુ અને 4 સંતાનોનું પાલન પોષણ કરવાને બદલે આ 30 વર્ષના યુવક સાથે લગ્નજીવન જીવવાનું 46 વર્ષની માતાએ નક્કી કર્યું હતું.
તેને કારણે માતાએ જમાઈ સાથે મંદિરમાં જઈને ફૂલહાર કરી નાખ્યા હતા. ત્યારબાદ વિધવા મહિલા અને જમાઈએ 4 વર્ષ સુધી પોતાનું લગ્નજીવન જીવયુ હતું. અને આવી શરમજનક કૃત્યા કર્યા બાદ માતા જમાઈ સાથે 4 વર્ષ સુધી રહી હતી. ત્યારબાદ આ મહિલાને યુવક ત્રાસ આપી રહ્યો હતો. અને તેના પર ત્રાસ ગુજારતો હતો. તેને કારણે માતાને આ લગ્નજીવનમાંથી છૂટું પડવું હતું. તે માટે મહિલાએ અભયમ ટીમ પાસે મદદ માંગી હતી.
અને પછી તેને કારણે તેણે મહિલા હેલ્પ લાઇન નંબરમાં ફોન કરીને અભયમ ટીમને આ વાત જણાવી હતી. ત્યારબાદ મહિલાને પોતાના પરિવાર સાથે રહેવાનું સમજાવીને 4 સંતાનોનું ધ્યાન રાખવાનું સમજાવ્યું હતું. અને મહિલા પોતાના સાસરીયે પાછી આવી ગઇ હતી. ત્યારબાદ જમાઈ મહિલા ઉપર ખૂબ જ ત્રાસ ગુજારતો હતો તેને કારણે પોલીસ પણ તેની પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!