કોણ બનશે ગુજરાતના મુખ્યમંત્રી ? દિલ્હીથી આવેલા મોટા નેતાઓ એ આપ્યા આ નામો..!

0
155

ગુજરાતમાં આગામી મુખ્યમંત્રી કોણ બનશે એ અંગે નિર્ણય લેવા માટે નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ગુજરાત પહોંચી ગયા છે. ગુજરાતમાં વિજય રૂપાણી ના રાજીનામા બાદ ભારતીય જનતા પાર્ટીમાં મોટી હલ્ચલ જોવા મળી છે. રાજ્યમાં નવા મુખ્યમંત્રી ને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર રાજ્યની નજર અત્યારે ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ પર છે.

કેન્દ્રમાંથી નરેન્દ્રસિંહ તોમર અને તરુણ ચૂગ ગુજરાત આવેલા છે. તેમજ ગૃહમંત્રી અમિત શાહ પણ ગુજરાત આવશે. હમણાં 3 વગ્યા આસપાસ કમલમ ખાતે બેઠક શરુ થશે જેમાં ગુજરાતના તમામ ધારાસભ્યો પણ કમલમ ખાતે પહોચી ગયા છે ત્યાં મિટિંગ યોજાશે. અને ત્યાર બાદ સી.આર.પાટીલ ગુજરાતના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવાના છે.

પાર્ટીના નિવાસસ્થાને આ મુદ્દે બેઠક કરવામાં આવી છે. આ બેઠકમાં પહેલા એરપોર્ટ પર નરેન્દ્રસિંહ તોમરે મોટું નિવેદન આપ્યું હતું કહ્યું હતું કે, જે પણ મુખ્યમંત્રી હશે તે ધારાસભ્ય માંથી જ કોઈ હશે. એટલે સમગ્ર ધારાસભ્યોના મનમાં ચલ પાઘડી ચાલી રહી છે કે આગામી મુખ્યમંત્રી કોણ હશે?

નોંધનીય છે કે, આજે જ ભારતીય જનતા પાર્ટીના બધા ધારાસભ્યોની બેઠક કરવામાં આવશે. તે બાદ નવા મુખ્યમંત્રીની જાહેરાત કરવામાં આવશે શક્યતા છે કે, આજે કેન્દ્રિય ગૃહમંત્રી અમીત શાહ પણ ગુજરાત આવી શકે છે. આજે વહેલી સવારે બંને નિરીક્ષકો અમદાવાદ આવતા રાજકારણમાં હલચલ થઇ છે. ઉલ્લેખનીય છે કે, આજે બપોરે ત્રણ વાગ્યે ધારાસભ્યોની બેઠક મળવાની છે.

ત્યાર આ બાદ બંને નિરીક્ષકો સત્તાવાર રીતે તેમના નામની જાહેરાત કરી શકે છે. એવું પણ મનાઇ રહ્યું છે. આ નિરીક્ષકોની નજર નીતિન પટેલ , મનસુખ માંડવીયા અને ગોરધન ઝડફિયા પર હશે તેવું જણાઈ રહ્યું છે. સુત્રો દ્વારા માહિતી મળી છે કે નીતિન પટેલ મુખ્યમંત્રી બનવાની રેસમાં સૌથી આગળ ચાલે છે.

તેમજ ભાજપને 2022ની ચુંટણી જીતવા માટે પાટીદાર સમાજના પીઢ નેતાની જરૂર છે જેની સમાજમાં ચર્ચાઓ હોઈ અને મોટો ચહેરો હોઈ. તેથી નીતિન પટેલ અને મનસુખ માંડવીયા માંથી કોઈ એક હશે તેવું લાગી રહ્યું છે. હવે સત્તાવાર રીતે જાહેરાત તો 3 વાગ્યે જ થશે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here