આધુનિક સમયમાં નવી નવી ટેકનોલોજીને કારણે અનેક ઘટનાઓ બનવા લાગી છે. ક્યારેક ક્યારેક આપણને આ ઘટનાઓ જોઈને આશ્ચર્ય થવા લાગે છે. આપઘાતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. એક દિવસમાં આપણે ઘણી બધી આપઘાતની ઘટનાઓ જોઈ રહ્યા છીએ. લોકો પોતાની જિંદગીથી કંટાળીને આવા ખરાબ પગલાં ભરી રહ્યા છે.
લોકો પોતાની આર્થિક અથવા તો માનસિક ત્રાસના કારણે આવા ખરાબ પગલાં ભરીને પોતાની જિંદગીને ટૂંકાવી લે છે. અને આજકાલ નાની વયના યુવક-યુવતીઓની આપઘાતની ઘટનાઓ બનતી વધારે જોવા મળી રહી છે. અને આજકાલ વિદ્યાર્થી વિદેશ ભણવા જવા માટે પોતાના અભ્યાસની તૈયારીઓ કરવા લાગ્યા છે.
એને કારણે આવી જ એક ઘટના સામે આવી છે. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરના મગદલ્લા વિસ્તારમાં એક વિદ્યાર્થીની સાથે આ ઘટના બની હતી. સુરત શહેરમાં દિવસે દિવસે વિદ્યાર્થીઓ આપઘાત વધી રહ્યા છે. તેને કારણે સુરત શહેરમાં આપઘાતની ઘટનાઓ ખુબ જ વધવા લાગી છે.
સુરતના મગદલ્લા વિસ્તારમાં આ વિદ્યાર્થિનીએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. વિદ્યાર્થીનું નામ હેતાલી હતું. તે પોતાના પરિવાર સાથે મગદલ્લા વિસ્તારમાં રહેતી હતી. અને હેતાલી એ 12 પાસ કર્યા પછી ડિપ્લોમા એડમિશન લઈને કોમ્પ્યુટર IT કરી રહી હતી. અને પોતાની અભ્યાસની તૈયારીઓ સારી રીતે ચાલી રહી હતી.
હેતાલી કેનેડા જવા માટે IELTSની તૈયારી પણ કરી રહી હતી. અને હેતાલી પોતાના પરિવારને વિદેશમાં જઈને સારું એવું કમાઈને પરિવારને મદદ કરવા માગતી હતી. તે માટે હેતાલીએ ડીપ્લોમાં ડીગ્રીની સાથે સાથે IELTSની પરીક્ષામાં પણ તૈયારી કરી રહી હતી. પરંતુ વિદ્યાર્થીનીની IELTSની પરીક્ષા આપ્યા બાદ તેમાં બેન્ડ ઓછા આવ્યા હતા.
તેને કારણે તે ખૂબ જ ચિંતિત દેખાઈ રહી હતી. અને ઘણા દિવસથી ઘરના લોકો સાથે વાતચીત પણ કરી રહી ન હતી. તેને કારણે વિદ્યાર્થીઓને ખૂબ જ આઘાત આવી ગયો હતો. અને પરિવારની પરિસ્થિતિ નબળી હોવાને કારણે તેને ચિંતા હતી કે તે વિદેશ અભ્યાસ કરવા માટે જઈ શકશે કે નહીં. તે માટે એક દિવસ માતા પિતા બહાર ગયા હતા.
તે સમયે હેતાલી એ પોતાના ફ્લેટનો દરવાજો અંદરથી બંધ કરીને પોતાના ફોનને ફોર્મેટ કરી નાખ્યો હતો. અને તેની માતા સાથે છેલ્લી વાર ફોન પર વાતચીત કરી હતી. ત્યારબાદ હેતાલીએ દરવાજો બંધ કરીને ગળાફાંસો ખાઇ લીધો હતો. અને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું. તે સમયે તેના માતા-પિતા ફોન કરતા હતા. પરંતુ ફોન ઉપાડી ન હતી.
તે માટે પિતાએ ઘરે આવીને તપાસ કરીને જોયું તો દરવાજો ખોલતાની સાથે જ હેતાલી લટકી પડી હતી. આ જોઈને તેના પિતા બેહોશ થઈ ગયા હતા. અને હેતાલી ને આ મૃત હાલતમાં જોઇને આઘાતમાં આવી ગયા હતા. આવી રીતે પોતાની દીકરીનો લાશ જોઇને માતા પિતા શોકમાં આવી ગયા હતા. ત્યારબાદ હેતાલીની લાશને હોસ્પિટલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવી હતી. અને પોલીસે આ ઘટનાની તપાસ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!