દિવાળી નજીક આવતા જ સોની બજારમાં ભારે ખરીદીનો માહો જોવા મળતો હોઈ છે. કારણકે દિવાળી પછી તરત જ લગ્નની સીઝન શરુ થાત હોઈ છે તેથી લોકો લગ્નની ખરીદી પણ અત્યારના સમયમાં જ કરતા જોઈ છે. તેમજ ધનતેરસના દિવસે પણ કઈકને કઈક સોનું ખરીદતા હોઈ છે.
ત્યારે સોનું ખરીદતા લોકો માટે સારા સમાચાર આવ્યા છે કે આજના દિવસે સોનાના ભાવમાં ભારે ઘટાડો થયો છે તેથી લોકો સોનું ખરીદવા માટે ઉમટી પડ્યા છે.
વર્ષ 2020ની વાત કરીએ તો ગત વર્ષના સમાન સમયગાળામાં MCX પર 10 ગ્રામ સોનાની કિંમત 56,200 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગઈ હતી. આજે ડિસેમ્બર વાયદા એમસીએક્સ પર સોનું 47,868 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે એટલે કે તે હજુ પણ લગભગ 8332 રૂપિયા સસ્તું મળી રહ્યું છે.
દિવાળી પહેલા સોના-ચાંદીના ભાવમાં તેજી થી ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર આજે ડિસેમ્બર ડિલીવરી વાળા સોનાના ભાવમાં 0.19 ટકાનો ઘટાડો નોંધાયો છે. ત્યારે ચાંદીની કિંમતમાં 0.44 ટકાનો ઘટાડા સાથે કારોબાર કરી રહી છે.
ઓગસ્ટ 2020ની સરખામણીએ MCX પર વર્ષ 2020માં આ સમયે 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 56, 200 રુપિયાના ઉચ્ચત્તમ સ્તર પર પહોંચી ગયો હતો. ત્યારે MCX અનુસાર આજે સોનું 47,868 રુપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યું છે.એટલે કે ગોલ્ડ પોતાના ઉચ્ચતમ સ્તરથી 8332 રુપિયા સસ્તુ મળી રહ્યું છે.
ઓક્ટોબર ડિલીવરી વાળા ગોલ્ડની કિંમત આજે 0.19 ટકા ઘટાડાની સાથે 47, 868 રુપિયા પ્રતિ 10 ગ્રામના સ્તર પર છે. ત્યારે આજે કારોબારમાં ચાંદી 0.44 ટકા નીચે આવી છે. આજે 1 કિલો ચાંદીનો ભાવ 64, 648 રુપિયા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!