રાજ્યમાં વરસાદ ખુબ ઓછો વરસ્યો છે. હાલ 2 દિવસોથી હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના અમુક વિસ્તારોમાં અમી છાંટા પડ્યા છે પરતું જોઈએ તેવો ખાસ વરસાદની રાહ સૌ કોઈ ખેડું જોઈએ રહ્યા છે. આ આગાહીમાં ઘણી જગ્યાએ વરસાદ થયો છે તો ઘણી જગ્યાએ વરસાદ થયો નથી.
આવી પરિસ્થિતિમાં ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. કારણકે ખેતરમાં પાક ઉભો થઈ ગયો છે પરતું સિંચાઈના આભાવે એ જ પાક ઉભો ઉભો સુકાઈ ન જાય તો સારું. ગુજરાતના બનાસકાંઠા જીલ્લામાં ઠામુકો વરસાદ ન પડતા દુકાળના ભણકારા સંભળાઈ રહ્યા છે. ખેડૂત સંગઠન દ્વારા લખણી મામલતદારને આવેદનપત્ર આપીને બનાસકાંઠાને દુકાળ ગ્રસ્ત જીલ્લો જાહેર કરવા માંગણી કરી છે.
ખેડૂતો તેમનો સુકાઈ ગયેલો પાક લઈને મામલતદાર કચેરીએ રજૂઆત કરવ માટે એકઠા થયા હતા. ખેડૂત મિત્રોએ લાખણી, ધાનેરા, થરાદ અને દિયોદર જેવા વરસાદહીન વિસ્તારમાં નવી કેનાલ મંજુર કરવાની માંગ ઉભી કરી છે. વરસાદ ખેંચાતા બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળના ભણકારા વાઈ રહ્યા છે.
કિસાન સંગઠન દ્વારા મામલતદારને આવેદન પત્ર અપાયું છે. બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદના કારણે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી છે. દિયોદર લાખણી ધાનેરા થરાદ જેવા પાણી રહિત વિસ્તારમાં નવીન કેનાલ આપવાની પણ માંગ કરી છે.
લાખણી મામલતદારને આવેદન પત્ર આપી ખેડૂતો એ આ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા અને નવીન કેનાલ આપવાની માંગ કરવામાં આવી છે. લાખણી મામલતદાર કચેરી ખાતે ખેડૂતો પોતાનો મુર્જાયેલ પાક લઈ રજુઆત કરવા પોહચ્યા હતા.
શા માટે દુકાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવો? : બનાસકાંઠા જીલ્લામા સીઝનનો કુલ 28 ટકા જ વરસાદ નોંધાયો છે. તેથી ખેડૂતોનો ઉભો પાક સિંચાઈના અભાવે સુકાઈ ગયો છે. હજુ પણ વરસાદની રાહ હરકોઈ ખેડૂત જોઈ રહ્યા છે. અર્તું વરસાદ દરવખતે ખેડૂતોને નિરાશ કરતો જોવા મળ્યો છે. જોકે બનાસકાંઠા જીલ્લો દર વર્ષે પાણીની તકલીફોની સામે ઝૂઝી રહ્યો દેખાઈ છે. સરકારે ત્યાંના ખેડૂતોના પ્રશ્નોના ચોક્કસ ઉપાય શોધવા જોઈએ.
નર્મદા નદીનું પાણી કેનાલ મારફતે બનાસકાંઠાના સરહદ વિસ્તાર સધી પહોચતા સરહદી ગામોમા પાણીની સમસ્યા ઘણી ઓછી થઈ ચુકી છે.બનાસકાંઠાના મોટાભાગના તાલુકાઓ વરસાદ આધારિત હોવાથી ખેડૂતો વરસાદની આશાએ વાવેતર કરતા હોય છે. ત્યારે આ વર્ષે પણ જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને મોંઘી ખેડાઈ આપીને ચોમાસુ વાવેતર કર્યું હતું. જોકે વાવણી બાદ મોટાભાગના તાલુકાઓમાં નહિવત વરસાદ પડતાં અને વરસાદ ખેંચાતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે.
પાલનપુર તાલુકો ખેતી આધારિત છે મોટાભાગના ખેડૂતો ખેતી અને પશુપાલનના વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે. આ વિસ્તારમાં પહેલેથી જ પાણીના તળ ખુબ જ ઊંડા ગયા છે તો આ વર્ષે પાલનપુર પંથકમાં ફક્ત 29.86 ટકા જ વરસાદ પડ્યો છે અને વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત પડતા ઉપર પાટુ જેવી થઈ છે. ખેડૂતોએ સારો વરસાદ થશે તેવી આશાએ મોંઘા ભાવના બિયારણ લાવીને વાવેતર કર્યું હતું.
તેવામાં હવે વરસાદ ખેંચાતા પાણી વગર ખેડૂતોનો મહામુલો પાક સુકાઈ રહ્યો હોવાથી ખેડૂતોની હાલત કફોડી બની છે. જો વરસાદ નહિ આવે તો ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ જશે અને ખેડૂતો દેવાદાર બની જશે. જેથી આ વિસ્તારના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર આ વિસ્તારમાં સિંચાઇની કોઈ યોજના લાવે. જેથી જો વરસાદ ખેંચાય તો પણ ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે અને તેમને નુકશાન વેઠવું ન પડે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!