આજકાલ ઘણી બધી ઘટનાઓ ખુબ જ ગંભીર બની રહી છે. લોકો છેતરપિંડી કરીને બીજા લોકો પાસેથી રોકડ અને દાગીના લૂંટી લે છે. આવી અનેક ઘટનાઓ સમાજમાં બની રહી છે. લોકો પોતાના પરિવાર સાથે જ છેતરપિંડી કરીને પરિવારને લૂંટીને તેની સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. આવી એક ગંભીર ચોંકાવનારી ઘટના બની હતી.
જેમાં લુંટેરી દુલ્હન પોતાના પતિને લુંટીને ભાગી ગઈ હતી. આ ઘટના પટનામાં બની હતી. પટનામાં આ લુટેરી દુલ્હન ફિલ્મોની જેમ પોતાના પતિને ફસાવીને તેની લૂંટીને ભાગી જાય છે. પટનાના માનેરના રેવા લીલા ટોલાનામાં ઉમેશભાઈ યાદવ રહેતા હતા. તેની પુત્રી રાની કુમારી હતી. તેની ઉમ્ર લગ્નની થઇ ગઈ હોવાથી સબંધ શોધતા હતા.
પરંતુ તેને રાણીયામાં રહેતા લાલદેવ યાદવના પુત્ર સત્યાનંદને મળી હતી. રાનીને સત્યાનંદ સાથે પ્રેમ થવાથી લગ્ન કરવા હતા. સત્યાનંદ અને રાની બંને એકબીજા સાથે પ્રેમમાં પડ્યા હતા. બંને સાથે મળીને પોતાના પરિવારને લગ્ન કરવા માટે મનાવ્યા હતા. ત્યારબાદ બંને પરિવારોના સંમતિથી બંનેને લગ્ન કરાવી દેવામાં આવ્યા હતા.
રાનીએ લગ્ન પછી બે મહિના સુધી ખૂબ જ સારું બનીને પોતાના સાસરિયા સાથે રહી હતી. અને તેના પતિ સાથે પણ પ્રેમભાવથી રહી હતી પરંતુ એક દિવસ બંને વચ્ચે અણબનાવ થયો હતો. આ અણબનાવને કારણે ઝઘડો થવાના ચાલુ થયા હતા. ત્યારબાદ ઝઘડો થવાને કારણે રાનીને કોઈ બીજા યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો.
તેને કારણે સત્યાનંદ તેની પત્નીને બીજી કોઈ વ્યક્તિ સાથે વાત કરતાં પકડી પાડી હતી. સાસરિયાના કહેવા પ્રમાણે રાની બીજા યુવકને કારણે ઘરમાં વારંવાર ઝઘડો કરતી હતી. એક દિવસ રાની સાસરિયાના રોકડા અને દાગીના ક્યાં છે તે શોધી રહી હતી. તે સમયે તેના પતિ સત્યાનંદને જોઇને ચોંકી ગઈ હતી.
એક દિવસ સાંજના સમયે આ લુટેરી દુલ્હનને રોકડા અને દાગીના લઈને તેના બીજા પ્રેમી યુવક સાથે ભાગી ગઇ હતી. પોતાના પતિનું ઘર છોડીને ભાગી ગઈ હતી. બીજા યુવકનો પ્રેમ પામવા માટેએ લુટેરી દુલ્હન બની ગઈ હતી. સૌ કોઈ આ વાત જાણીને ચોકી ગયા હતા. ત્યારબાદ સાસરિયાઓએ રાની સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસ રાનીને શોધવાની તપાસ કરી રહી હતી. આમ ઘણી બધી ઘટનાઓ આપણે સમાજમાં પોતાના પતિને છેતરીને તેની મિલકતને લઈને ભાગી જાય છે. અવારનવાર આવી ઘટનાઓ બનવાને કારણે આજકાલ લોકોને એકબીજા પર વિશ્વાસ રહ્યો નથી. આ યુવતીએ પ્રેમમાં નામ ખરાબ કર્યા પછી લુંટીને નામ ખરાબ કર્યું હતું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!