સુરત : કચરામાંથી મ્યુનિ. આવી રીતે આવક ઉભી કરશે, મ્યુનિ.ને દસ વર્ષમાં ચાર કરોડ ઉપજી શકે છે !!

0
225

હાલમાં કચરામાંથી લોકો પ્લાસ્ટીક વિના મુલ્યે લઈ જાય છે.

મ્યુનિ.ના આઠ ટ્રાન્સફર સ્ટેશન પર ભેગા થયેલા કચરાને ભંગારના વેપારી તથા કબાડીઓ લઈ જાય છે: કચરાના નિકાલ માટે બે એજન્સીની ઓફર

સુરત મહાનગરપાલિકા વિસ્તારમાંથી  ભેગા થતાં કચરાના નિકાલની કામગીરીમાં પ્લાસ્ટીક અને નોન પ્લાસ્ટીક વેસ્ટના નિકાલ સાથે મ્યુનિ.તંત્રને રોયલ્ટી પણ મળી રહે તેવું આયોજન મ્યુનિ.તંત્ર કરી રહી છે. મ્યુનિ. તંત્રએ આઠ ટ્રાન્સફર સ્ટેશનથી  વિવિધ કચરાનો નિકાલ ખાનગી એજન્સીને આપવામાં આવશે.

હાલમાં મ્યુનિ. તંત્ર જે કચરો ભેગા કરે છે. તેમાંથી પ્લાસ્ટીક અને નોન પ્લાસ્ટીકનો કચરો ભંગારવાળા અને કબાડીવાલાઓ લઈ જઈ રહ્યાં છે. મ્યુનિ. ના કચરાના નિકાલ માટે ટેન્ડર ઈસ્યુ કરાયા છે તેમાં મ્યુનિ.તંત્રને જે ઓફર આવી છે. તેમાં દસ વર્ષમાં મ્યુનિ.ને ચાર કરોડ રૂપિયાની આવક થાય તેવી શક્યતા છે.

સુરત મહાનગરપાલિકા લોકોના ઘરે ઘરેથી કચરો ઉલેચીને આઠ ટ્રાન્સફર સ્ટેશન પર ભેગો કરે છે અને ત્યાર બાદ તેનો નિકાલ કરવામાં આવે છે. હાલમા મ્યુનિ.તંત્રના ટ્રાન્સફરસ્ટેશન પર જે કચરો ભેગો થાય છે તેમાં પ્લાસ્ટીક અને અન્ય વેસ્ટ હોય તેનો નિકાલ કરવા પહેલાં તેમાંથી ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ સાથે કબાડીઓની સાંઠ ગાંઠ હોવાથી રસ્તામાંથી જ પ્લાસ્ટીક વેસ્ટ ઉચકાઈ જાય છે. હવે આ પ્લાસ્ટીક સાથે નોન પ્લાસ્ટીકની આવક પણ મ્યુનિ.તંત્રને થઈ શકે છે.

હાલ ટ્રાન્સફર સ્ટેશન પર જે કચરો ભેગો થાય છે તે કચરાનિકાલ કરીને તેમાં પ્લાસ્ટીક તથા નોન પ્લાસ્ટીક મટીરીયસલ્સની રિકવરી માટેની કામગીરી ખાનગી એજન્સીને સોંપવા માટેનો નિર્ણય કરાયો છે.

મ્યુનિ. તંત્રએ કચરાના નિકાલ માટે જે ટેન્ડર બહાર પાડ્યા હતા તે કામ કરવામાં બે એજન્સીએ ઓફર આપી છે. તેમાં પ્લાસ્ટીક મટીરીયલન્સના પ્રતિ કિલોના 45 પૈસા તથા નોન પ્લાસ્ટીક મટીરીયલ્સના 35 પૈસા પ્રતિ કિલાનો ભાવ આવ્યો છે.

આ ગણતરી પ્રમાણે સુરત મ્યુનિ.ના પ્લાસ્ટીક અને નોન પ્લાસ્ટીક મટીરીયલન્સમાંથી ત્રીસેક લાખની આવક થઈ શકે છે. મ્યુનિ. તંત્ર જે ટેન્ડર બહાર પાડી રહી છે. તેની સમય મર્યાદા દસ વર્ષથી રાખવામાં આવી છે. જેના કારણે મ્યુનિ.તંત્રને દસ વર્ષમાં ચારેક કરોડ રૂપિયાની આવક થઈ શકે છે અને કચરાના નિકાલ માટેની મ્યુનિ.ની કામગીરી પણ હળવી થશે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ  તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

 

જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here