એક જ પરિવારના 4 સભ્યોએ એક સાથે ઝેર ગટગટાવી લીધું, આ પાછળનું કારણ જાણી આંખો ફાટી નીકળશે..!

0
163

સુરેન્દ્રનગરના વસ્તડી ગામે એક જ પરિવારના ચાર સભ્યોએ એક સાથે ઝેરી દવા પી લેતા ચારેકોર અરેરાટી મચી ગઇ છે. આ સમાચાર સામે આવતા જ સૌ કોઈ લોકો જાણવા આતુર બન્યા છે કે, આખરે આ પ્રકારનું પગલું ભરવા પાછળ શું કારણ જોડાયેલું હશે.. વસ્તડી ગામ માં રહેતો મોરી પરીવાર તેમના ખેતર પર જવાના માર્ગને લઈને ખૂબ પરેશાન હતો…

અંબારામભાઈ ગાડાભાઇ મોરીનું ખેતર બોરાળા ગામ જવાના રસ્તા પર આવેલું છે. અંબારામભાઈના ખેતર ની આસપાસના બંને ખેતરો તેમનાજ ગામના એક વ્યક્તિ ની માલિકીના છે. છેલ્લા દસ વરસથી અંબારામભાઈ ને ખેતર નો રસ્તો બંધ કરીને તેઓને હેરાનગતિ પહોંચાડતા હતા.

અને છેલ્લા એક મહિનાથી તો તે રોજ ને રોજ અંબારામભાઈ તેમજ તેમના પરિવારને ત્રાસ આપતા હતા. આજુબાજુના ખેતરવાળા માલિકને એમ હતું કે હું અંબાભાઈને હેરાન ગતિ પહોંચાડીને વચ્ચેની જમીન પચાવી લઉં તો સમગ્ર ખેતર લાંબુ થઈ જશે.. આ કારણે તેઓ અંબારામભાઈ ને ખૂબ જ હેરાન કરતા હતા…

આ બાબતે અંબારામભાઈ મોરીના પરિવારજન આનંદીબેને જણાવ્યું છે કે, તેમને છેલ્લા ઘણા વર્ષોથી અસામાજિક તત્વોનો ત્રાસ પહોંચાડતા હતા. અને ખેતરે જવા દેતા નહોતા. છેલ્લા એક મહિનાથી તો તેઓએ રસ્તો સાવ બંધ કરી દીધો છે. જ્યારે સોમવારે તેઓએ રસ્તો ખોદી નાખ્યો હતો અને બીજો રસ્તો પણ તોડી નાખશે તેવી ધમકી આપી રહ્યા છે.

તેમજ બીજા પરિવારજન ઘનશ્યામભાઈ મોરિએ જણાવ્યું છે કે અસામાજિક તત્વો જેમાં પિતા અને પુત્ર સહિત ચાર લોકો કારમાં આવીને અમને વારંવાર ધમકી આપે છે. આ કારણે આખો પરિવાર કંટાળી ગયો હતો અને અંતે અંબારામભાઈ મોરી કે જેઓની ઉંમર ૪૮ વર્ષની છે, તેમના દીકરા બળદેવભાઈ મોરી કે જેમની ઉંમર ૨૩ વર્ષની છે…

તેમજ શીતલબેન મોરી અને શિલ્પાબેન મોરીએ ઝેરી દવા ના ટિકડા પીઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના બન્યા બાદ તેઓને હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. પરંતુ એ બાદ તેમનું સ્વાસ્થ્ય અંગે કોઈપણ સમાચાર મળ્યા નથી. રોજ આ પ્રકારની હેરાનગતિ થી હંમેશા હંમેશા માટે મુક્ત થઈ જવા અંબારામભાઈ અને તેમના પરિવારે આ પગલું ભર્યું હતું…

અને એકદમ ખોટું હતું. કદાચ અંબારામભાઈ અને તેમનો પરિવાર આ અસામાજિક તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે ગયા હોત તો તેઓને જરૂર ન્યાય મળેતે.. પરંતુ તેઓ આ પગલું ભરી શક્યા નહોતા અને અંતે પોતે જ પીછેહઠ કરીને આ પગલું ભરી લીધું હતું.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here