સમાજમાં મોબાઈલ માટે પણ આજકાલ લોકોના ગળા કપાઈ રહ્યાં છે. ક્યાં પહોચશે આ દુનિયા. એક મિત્રએ બીજા મિત્રનું મોબાઈલ માટે ગળું કાપી નાખ્યું. મિત્રતામાં પણ આજે લોકો દગો કરી રહ્યા છે. આવી રીતે લુંટ કરવા માટે લોકો ગમે તેવા ગુનાઓ કરે છે. જેમાં લોકો ગમે તે હદે પોંચી જાય છે. આજકાલ સમાજમાં કોઈના પર વિશ્વાસ કરવો બોવ અઘરો બની ગયો છે .
આ ઘટના, બિહારમાં બગહાના નરઇપુર વિસ્તારની છે. અહિયાં વોર્ડ નંબર 12 માં રહેતા હબીબ અંસારીના 14 વર્ષનો દીકરો સાહિલ અંસારીની છે. સાહિલ પોતાના માં-બાપનો એકનો એક દીકરો હતો. તે ધોરણ 9 માં ભણતો હતો. આ સાહિલની મિત્રતા પર વિશ્વાસઘાત કર્યો છે. અને તેની બાજુમાં સાહિલનો મિત્રર રહેતો હતો જે 15 વર્ષનો હતો.
આ મિત્ર એક દિવસ સાંજે સાહિલના ઘરે આવ્યો અને સાહિલને કીધું હાલ મોબાઈલ વેચવા માટે જવું છે. સાહિલને જોડે લઇ ગયો અને સાહિલને પણ મોબાઈલ સાથે લઇને આવવા કીધું. એ બંને સાઇકલ લઇને ગયા. એના મિત્ર સાહિલને નદી કિનારા બાજુ લઇ ગયો. અને પછી મોબાઈલ આપી દેવા કીધું પણ સાહિલ એકનો બે ના થયો અને મોબાઈલ આપ્યો નઈ.
બંને વચ્ચે મારા-મારીઓ થઇ અને અંતે તેના મિત્ર એ છરી કાઢી અને સાહિલનું ગળું કાપી નાખ્યું. પછી તે સાહિલને એ હાલતમાં મુકીને ભાગી ગયો. એને એમ હતું સાહિલ મરી ગયો છે પરંતુ સાહિલ જીવતો હતો એટલે એ લાથબથતુ લોહી નીકળતું હતું તો પણ ગળે હાથ રાખીને 1 કિમી દોડયો. દોડતો-દોડતો સિધ્ધો ઘરે ગયો અને આ જોઈને ઘરના લોકોને હોશ ઉડી ગયા.
અને એની માતા બે-ભાન થઇ ગઈ. સાહિલને તરત હોસ્પિટલ લઇ ગયા અને સારવાર ચાલુ કરી. ડોક્ટરને સાહિલની આ ગંભીર હાલત જોઈને ચિંતામાં આવી ગયા એટલે એને બીજા ડોક્ટરને બોલાવ્યા અને ઓપરેશન કરવાની ત્તૈયારી કરી અને સાહિલ એ હોસ્પિટલ બેડ ઉપર અને પોતાના હાથ માં હત્યારાનું નામ લખ્યું .એ એની બહાદુરી હતી.
સારવાર ચાલુ હોવા છતાં સાહિલએ ત્યાં જ અંતિમ શ્વાસ લીધો. અને પોતાનો જીવ ગુમાવ્યો. પછી આ ઘટનાની જાણ ત્યાના વિસ્તારના પોલીસને કરી અને આ અંગેની ફરિયાદ નોંધાવી. આ કેસમાં પોલીસને સાહિલે લખેલું હત્યારાનું નામ બતાવ્યું અને એના ઉપરથી પોલીસે કાર્યવાહી કરી, અને આ સાહિલના સગીર વયના મિત્રની ધરપકડ કરી અને પોલીસ પુછપરછ ચાલી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!