એક વાહન ચાલક ની ભૂલ ને કારણે એક સાથે ત્રણ-ત્રણ વાહનો નું પડીકું વળી ગયું અને..

0
83

ઘણી બધી વખત આપણે સૌ કોઈ સમાચાર પત્રો દ્વારા એક સાથે બેથી વધુ વાહનોના અકસ્માત જોયા હોય છે તેમાં ઘણા બધા વ્યક્તિઓને અકસ્માત પણ થાય છે અને તેઓના મૃત્યુ પણ જતા રહે છે જ્યારે આવો જ મનાવ ફરી એક વખત.

વલસાડના પારનેરા પારડી હાઇવે ઉપર ચંદ્રમૌલેશ્વર મંદિરની સામે ત્રીપલ અકસ્માતની ઘટના બની હતી. જેમાં એકનું મોત થયું છે. વલસાડના પરનેરા હાઈવે પર ટેમ્પો ચાલકે અગમ્ય કારણોસર અચાનક બ્રેક મારતા પાછળ ચાલતી ઇકો કારે પણ બ્રેક મારી પોતાની કારને અકસ્માત થતા બચાવી હતી.

જોકે, કારની પાછળ આવી રહેલી ટ્રક કાર સાથે અથડાઈ હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં ઇકો કાર ટેમ્પો અને ટ્રક વચ્ચે દબાઈ ગઈ હતી. આ ગંભીર અકસ્માતની ઘટનામાં કારનો ચાલક કારમા ફસાઈ જવાથી માથાના ભાગે અને છાતીના ભાગે ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

વલસાડના ગોકુલધામ ખાતે રહેતો યુવક પ્રશાંત ડી પટેલ વલસાડથી દમણ ખાતે કંપનીમાં નોકરી ઉપર જઈ રહ્યો હતો. જે દરમિયાન ચંદ્રમૌલેશ્વર મંદિરની સામે સુરતથી મુંબઈ જતા હાઇવેના પહેલા ટ્રેક ઉપર એક આઇસર ટેમ્પો ચાલકે અચાનક બ્રેક મારી હતી.

જેથી તેની પાછળ ચાલી રહેલી કારે પણ બ્રેક મારી અકસ્માત થતા અટકાવ્યો હતો. જોકે, કારની પાછળ આવી રહેલી ટ્રકે ટક્કર મારતા કાર ટેમ્પો અને ટ્રક વચ્ચે દબાઈ ગઈ હતી. આ અકસ્માતમાં કાર ચાલક કારની સીટ ઉપર ફસાઈ ગયો હતો. બંને મોટા વાહનો વચ્ચે કાર દબાઈ જતા કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

હાઇવે ઉપર પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્તોની મદદે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના બનતા જ ઇકો કારની હાલત જોઈને વાહન ચાલકો ચોકી ઉઠ્યા હતા.અકસ્માતમાં કારમાં ફસાયેલા કાર ચાલકને બહાર કાઢવાના ઘણા પ્રયત્નો હાથ ધર્યા હતા.

પરંતુ કાર ચાલક ગંભીર રીતે ફસાઈ ગયો હોવાના કારણે બહાર ન નીકળતા સ્થાનિક લોકો અને પોલીસે ક્રેનની મદદ લઈ કારમાં ફસાયેલા યુવકની લાશને બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. સમગ્ર અકસ્માતની ઘટનાને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.

ટ્રાફિક હળવો કરવા માટે કારને સાઈડ ઉપર ખસેડી લેવામાં આવી હતી. જ્યાં કારમા ફસાઈ ગયેલા યુવકની લાશને બહાર કાઢી લાશનો કબ્જો મેળવી પોસ્ટમોર્ટમ કરાવવાની તજવીજ હાથ ધરી છે. બનાવ અંગે કાર ચાલકના પરિવારને જાણ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here