બોલીવુડના જાણીતા કોરિયોગ્રાફર તેમજ એકટર રેમો ડિસોઝા , જેઓએ મોટા ભાગની બોલીવુડ ફિલ્મોમાં કોરિયોગ્રાફી કરી છે, જે ફક્ત ભારતમાં જ નહી પરંતુ પર સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે . લોકો તેમની ડાન્સ સ્ટાઈલ પર ફિદા છે. આજે જ તેમની સાથે એક અણજાણ્યો બનાવ બન્યો છે .. જાણો સંપૂર્ણ વિગત અમારા આ લેખના માધ્યમ દ્વારા..
જાણીતા કોરિયોગ્રાફર (ડાન્સ ડિરેક્ટર), એક્ટર અને ‘ABCD’ જેવી ફિલ્મોના ડિરેક્ટર એવા રેમો ડિસોઝાને શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હાર્ટ અટેક આવ્યો છે. તેમને તાત્કાલિક મુંબઈની કોકિલાબેન અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની એન્જિયોગ્રાફી કરીને તેમના હૃદયની નળીઓમાંથી બ્લોકેજ દૂર કરવામાં આવ્યા હતા. અત્યારે તેઓ ICUમાં દાખલ છે.