આ સમાજમાં અનેક ઘટનાઓ વધી ગઈ છે. હાલમાં લોકો પોતાના બદલા માટે બીજા લોકો પર મારામારી અને ઝઘડાઓ કરતાં હોય છે. આવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને આવા ઘણા બનાવો આપણી આજુ-બાજુમાં જ બનતા હોય છે. પરંતુ આપણને જાણ હોતી નથી.
આજકાલ લોકોને પોતાના સ્વાર્થ માટે બીજા કોઈ લોકોની ચિંતા હોતી નથી. આવી જ એક ઘટનામાં ભોપાલમાં બની હતી. ભોપાલના હનુમાનગંજ વિસ્તારમાં રહેતા એક પરિવારમાં આ ગંભીર ઘટના બની હતી. પરિવારમાં દાદી તેમના પૌત્ર-પૌત્રી અને તેમની બંને દીકરીઓ સાથે રહેતા હતા. દાદીનું નામ અનીસા બેગમ હતું.
તે ભાડે મકાન રાખીને હનુમાનગંજ વિસ્તારમાં રહેતી હતી. અને તેમના આ પરિવારને સાચવતી હતી. અને તેમની બંને દીકરીઓ આસમા અને સાનિયા તેમની સાથે જ રહેતી હતી. આસમાં ની ઉમ્ર 35 વર્ષની હતી. અને તેમના પોત્રા અહાન અને પોત્રી આઈદા તેની દાદી અને તેમના ફઇ સાથે જ રહેતા હતા.
દાદીના પુત્ર રોનકઅલી અને તેમની પત્ની શાઈનાઅલી ઝાંસીમાં રહેતા હતા. પુત્ર રોનક પ્રોપર્ટી ડીલરનું કામ કરતો હતો. એક દિવસ સવારે દાદી અનીસા બેગમનું અચાનક મોત થઈ ગયું હતું. અને તેમની દીકરી આસમાએ તેમના ભાઈ રોનક અલીને પોતાની માતાનું મૃત્યુ થયેલ છે તેમ જાણ કરી હતી. પરંતુ રોનકને સમાચાર સાંભળીને દુઃખ તો ન થયુ.
પરંતુ તે ભોપાલ આવ્યો પણ નહી. અને તેને કારણે આસમા ગુસ્સે થઈ હતી. અને રોનકના પુત્ર અહાન ઉપર તેમણે તેમના પિતાનો બદલો લેવા હુમલો કર્યો હતો. દાદીના ગયા બાદ આસમા ગુસ્સે થઈ હતી કેમ કે તેમનો ભાઈ તેમની માતાના મૃત્યુમાં પણ આવ્યો ન હતો. અને માતાની બધી ક્રિયા બંને બહેને પૂરી કરી હતી.
તેને કારણે અહાન ઉપર રસોડામાંથી છરી લઈને આવી અને તેના ઉપર હુમલો કર્યો હતો. ભત્રીજા ઉપર 20 છરીના ઘા મારી દીધા. અને આ અહાન બૂમો પાડવા લાગ્યો. તેથી પાડોશના લોકો ભેગા થઇ ગયા. અને તેના બીકે આસમાને પોતાના હાથની નસ કાપીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો.
ત્યારબાદ પાડોશના લોકોએ જલ્દી એમ્બ્યુલન્સ બોલાવીને અહાનને હોસ્પિટલ સારવાર માટે મોકલાયો હતો. અને તેમની ફઈને પણ સાથે-સાથે સારવાર માટે મોકલાઇ હતી. ત્યારબાદ આસમાંના ભાઈને તેના પુત્ર પર હુમલો કર્યો હતો તેની જાણ થઇ. તેથી રોનકે પોલીસ ફરિયાદ કરી હતી. પરંતુ આસમા હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતી. તેથી પોલીસે તે સમયે પૂછપરછ કરી ન હતી. પરંતુ પોલીસ તેના સારા થયા બાદ તપાસ કરશે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!