મોટા હથીયારો લઈને ધોળા દિવસે ઘરમાં ઘૂસ્યા બદમાશો, આ નામચીન હિરોઈનની માતાને કરી કિડનેપ…

0
175

એક્ટ્રેસને પાકિસ્તાનમાં મારવાની ધમકીઓ મળી રહી છે અને તેના ઘર પર હુમલો પણ કરવામાં આવ્યો હતો અને હવે તેની માતાને પણ કિડનેપ કરી લેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Meera (@meerajeeofficial)

ભારતમાં પોતાના સોશ્યલ મિડીયાથી ચર્ચામાં રહેતી પાકિસ્તાની એક્ટ્રેસ મીરાએ આરોપ લગાવ્યો છે તે મંગળવારે લાહોર સ્થિત તેના ઘરે ધોળા દિવસે હુમલો થયો અને બંદૂકની અણી પર તેની માતાને કિડનેપ કરીને લઇ ગયા હતા.

સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર આ હુમલાની ફરિયાદ કેપિટલ સિટી પોલીસમાં કરવામાં આવી હતી અને મીરાએ પાકિસ્તાની સરકારને મદદ કરવા માટે માગ કરી છે. એક્ટ્રેસ પોતાના પરિવારને સુરક્ષા ઉપલબ્ધ થાય તેવી માગ પણ કરી છે.

એક્ટ્રેસની પ્રોપર્ટી છીનવવાનો હેતુ  : FIRમાં એક્ટ્રેસે લખાવ્યું છે કે, કેટલાક લોકો અમારી પ્રોપર્ટી હડપી લેવા માગે છે અને અમે સતત તેનો વિરોધ કરતા આવ્યા છીએ એટલા માટે અમને જાનથી મારી નાંખવાની ધમકીઓ મળી રહી છે. તેમની હિંમત એટલી વધી ગઇ છે કે તે અમારા ઘરે આવીને મારી માતાને કિડનેપ કરીને લઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Meera (@meerajeeofficial)

એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે જણાવ્યું કે, મને હેરાન કરનાર વ્યક્તિનું નામ મિયાં શાહીદ મહમૂદ છે. તેને મારી જમીન પચાવી પાડવી છે. તેણે મારી માતાને કિડનેપ કરી અને હવે તે અમને હેરાન કરી રહ્યો છે.

અભિનેત્રીએ કહ્યું કે, મેં મારુ કરિયર આ દેશને આપ્યુ છે અને હવે હું સરકારની મદદની રાહ જોઇ રહી છું. તો બીજી તરફ કથિત આરોપી કહી રહ્યો છે કે એક્ટ્રેસ ખોટો આરોપ લગાવી રહી છે. મે તે જમીન એક્ટ્રેસની માતા પાસેથી ખરીદી છે. જ્યારે મે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ માંગ્યા તો તેણે આપવાની ના પાડી દીધી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here