ફરી આવશે માવઠું! જાણો બે દિવસ માટે ગુજરાતના કયા વિસ્તારોમાં વરસાદની આગાહી..

0
178

રાજ્યના હવામાન વિભાગે કમોસમી વરસાદની આગહી કરી છે, થંડર સ્ટોર્મ એક્ટિવિટીના કારણે સૌરાષ્ટ્ર સહિત કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે માવઠું પડી શકે છે, ભરૂચ, અમરેલી, ભાવનગર, આણંદમાં સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે  છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી વાતાવરણ સામાન્ય દલાઈ આવી શકે તેવી આગાહી કરી છે, હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી બે દિવસ સુધી રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડી શકે તેમજ મોટા શહેરો જેવા કે અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં સુરત સહિતમાં ગરમીનો પારો ઉંચે જતા બફારો સહન કરવો પડી શકે છે.

ગુજરાતમાં 15થી 20 જૂન સુધી આવી શકે ચોમાસું : હવામાન વિભાગના અનુસાર 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન સુધી ચોમાસું ગુજરાત આવી પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન વ્યક્ત કરાયું છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબારમાં શુક્રવારે સવારે આવી પહોંચ્યું જેના પગલે નિકોબારમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના અનુસાર 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન સુધી ચોમાસું ગુજરાત આવી પહોંચશે તેવી આગાહી કરવામાં આવી છે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન વ્યક્ત કરાયું છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબારમાં શુક્રવારે સવારે આવી પહોંચ્યું જેના પગલે નિકોબારમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.

શહેરોમાં તાપમાન ગરમીનું પ્રમાણ વધ્યું : રાજ્યમાં વાવાઝોડાના સંકટ બાદ ધીમે ધીમે ગરમીનો અહેસાસ થઈ રહ્યો, મહત્વનું છે કે વાવાઝોડા બાદ અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને પણ અસર થઈ હતી. હવે વાતાવરણાં બદલાવ આવી રહ્યો છે, તાપમાનનો પારો ઉંચે જઈ રહ્યો છે, મોટા શહેરોમાં તાપમાન ઉંચે જતા ગરમીનું પ્રમાણ વધ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આ વર્ષે ચોમાસું સારું રહેશે તેવી પણ આગાહી કરાઈ છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here