છેલ્લા ઘણાં દિવસોથી દિલ્હી બોર્ડર પર PM નરેન્દ્ર મોદીના કૃષિ કાયદાની વિરુદ્ધ સમગ્ર દેશના ખેડૂતોનું આક્રમક રીતે આંદોલન ચાલી રહ્યું છે. હાલમાં આ આંદોલન વિકરાળ સ્વરૂપ ધારણ કરી ચુક્યું છે.
હાલમાં એક દુઃખનાં સમાચાર સામે આવી રહ્યાં છે. ખેડૂત આંદોલનમાં વધુ એક વ્યક્તિએ આત્મહત્યા કરી લીધી છે. ભટિંડામાં 22 વર્ષીય ખેડૂત ગુરલાભ સિંહે રવિવારનાં રોજ આપઘાત કરી લીધો છે.

તેઓ 2 દિવસ પહેલા કૃષિ બિલના વિરોધમાં ચાલી રહેલ આંદોલનમાંથી પરત કર્યાં હતાં. 16 નવેમ્બરે સંત રામ સિંહે ખેડૂત આંદોલનના સમર્થનમાં ગોળી મારીને આપઘાત કરી લીધો હતો.
છેલ્લા 25 દિવસથી ચાલી રહેલા આંદોલન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 20થી પણ વધારે ખેડૂતોના મોત થઈ ચુક્યા છે. ભટિંડામાં આવેલ દયાલપુરા ગામમાં રહેતા ગુરલાભ 18 ડિસેમ્બરે આંદોલનમાંથી પાછાં ફર્યા હતાં.
તેઓ હરિયાણામાં આવેલ બહાદુરગઢની સાથે જોડાયેલ દિલ્હીની ટીકરી બોર્ડર પર ધરણામાં સામેલ થયા હતાં. તેમણે રવિવારે ઝેરી દવાની ગોળીઓ ખાઈને આપઘાત કરી લીધો હતો.
શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેઓ ખેડૂત હતાં તેમજ એમની ઉપર કુલ 6 લાખનું રૂપિયા કરજ હતું. સમગ્ર પરિવારમાં શોકનો માહોલ ફરી વળ્યો હતો.
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,બોલીવુડની મસાલેદાર ખબરો,ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.
આ લેખ માત્ર સમાચાર પુરતો જ છે , અમે કોઈ પણ ધર્મ કે જાતી નું ઉલંઘન નથી કરતા.. જય હિન્દ ..
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરજો!