ફિલ્મી રીતે ટ્રકનો માલિક ડ્રાઈવરનું અપહરણ કરીને ભાગી ગયો, ધોળા દિવસે થતા અપહરણને જોઇને પોલીસ પણ છે હેરાન..!!

0
106

આજકાલ રાજ્યમાં અપહરણના બનાવ દિવસેને દિવસે વધી રહ્યા છે કે જે આવનારા સમય માટે ખૂબ જ સંકટ બનીને સાબિત થશે તેવું જણાઈ રહ્યું છે કારણ કે રાજ્યમાં રોજેને રોજે ઘરમાં જ પોતાના જ વ્યક્તિઓ સાથે હિંસા તેમજ ઝગડાના ઘણા બધા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અને ક્યારેક તો ઘરના લોકો જ પરિવારના લોકોનું જ અપહરણ કરીને લઈ જાય છે.

તેઓ પોતાના પરિવારમાં અણસમજ ઊભી કરીને આવા ખરાબ કામો કરી રહ્યા છે અને આવી જ એક અપહરણની ઘટના સામે આવી છે. આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરત શહેરમાં આજકાલ આપણે ફિલ્મોમાં જોઈએ છીએ તેવી જ રીતે અસલી જિંદગીમાં પણ લોકો અપહરણ કરી રહ્યા છે.

તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એક દિવસ ટ્રક ડ્રાઈવરનું ધોળા દિવસે અપહરણ કર્યાનો બનાવ જોવા મળ્યો હતો. લોકો પોતાના ધંધાને જ લાત મારતા જોવા મળી રહ્યાં છે. લોકો પોતાના કામદારો સાથે જ ખરાબ વ્યવહાર કરી રહ્યા છે. પોતાના સ્વાર્થ માટે આવા બનાવો બની રહ્યા છે આ બનાવ રાજપીપળા હાઇવે પર બન્યો હતો.

રાજપીપળા હાઈવે પર રાજપીપળાથી બાધેલીથી રેતી ભરીને ટ્રક ડ્રાઈવર ટ્રક લઈને આવી રહ્યો હતો. તે સમયે ટ્રકનો માલિક પોતાની કાર લઈને સુરતથી નીકળ્યો હતો. અને ટ્રક ડ્રાઈવરનું નામ વિજય નાગેશ્રી હતું. ટ્રકના માલિકે ટ્રકના ડ્રાઇવરને ઘણા સમયથી પગાર આપ્યો ન હતો એટલે કે છેલ્લા 5-6 મહિનાથી ડ્રાઈવરને પગાર ચૂકવવામાં આવ્યો ન હતો.

તે માટે ડ્રાઈવરે માલિકને પગાર નહીં આપો તો ટ્રક પણ આગળ નહીં ચાલે તેમ કહીને રસ્તામાં ટ્રક ઉપર રાખી દીધો હતો. પગાર ન મળતા ડ્રાઈવરે ટ્રક ઉભો રાખી દીધો. તે માટે માલિક કાર લઈને સીધો ત્યાં પહોંચ્યો હતો. અને ડ્રાઇવરને માર મારીને પોતાની કારની ડેકીમાં નાખી દીધો હતો. આજુબાજુના લોકો ડ્રાઈવરને  બચાવવા માટે ગયા.

ત્યારે ડ્રાઇવરને બળજબરી પૂર્વક કારની ડીકીમાં નાખી દઈને માલિકે ડીકી બંધ કરી દીધી હતી. માલિકને આવું ખરાબ વ્યવહાર કરવાને કારણે આજુબાજુના લોકો ખૂબ જ ગુસ્સે થઈ ગયા હતા. અને પોલીસને ફરિયાદ નોંધાવવાનું વિચાર કરી રહ્યા હતા લોકો પોતાના ધંધો કરીને રોજીરોટી કમાતા લોકો સાથે પણ એવો જ વ્યવહાર કરીને માનવતા કેટલી છે તે બતાવી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here