ફૂટપાથ ઉપર બેઠેલા 2 યુવાનોને કાર ચાલકે કચડી નાખ્યા ત્યાંના સૌ કોઈ લોકો જોઇને હક્કા બક્કા રહી ગયા, પછી બન્યું એવું કે..!

0
116

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખુબ જ સામે આવી રહી છે. દિવસના ગણી ન શકાય તેટલા અકસ્માતો થઈ રહ્યા છે. તેને કારણે સરકારે ખુબ જ કડક નિયમો બનાવ્યા છે. છતાં પણ અકસ્માતો થતા કોઈ રોકી શકતું નથી. ક્યારેક અકસ્માત નિર્દોષ લોકો સાથે બની જાય છે. અને આ નિર્દોષ લોકો મૃત્યુ પણ પામે છે.

આવી જ એક ઘટના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જેતપુરમાં બની છે. જેતપુરના નકલંગ આશ્રમ રોડ પર આ અકસ્માત બન્યો હતો. આ અકસ્માત બે યુવાનો સાથે બન્યો હતો. આ યુવકોનું નામ નિખિલ દિનેશભાઈ ઘેલાણી હતું. તેમની ઉંમર 23 વર્ષની હતી. અને બીજા યુવકનું નામ હરનીશ રાજેશકુમાર મેર હતું. તેની ઉંમર 24 વર્ષની હતી.

બંને યુવકો જેતપુરના રહેવાસી હતા. તે બંને જેતપુરના આશ્રમ રોડ ઉપર શાંતિથી ફૂટપાથ ઉપર બેઠા હતા. તે બંને ઘરેથી ફરવાના બહાને ત્યાં ફૂટપાથ પર જઈને બેઠા હતા. અને તેની સાથે ફૂટપાથ ઉપર ઘણા બધા પરિવારો પોતાના બાળકોને લઈને ત્યાં ખુલા હવામાનને બેસવા માટે આવ્યા હતા.

આ બંને યુવાનો પણ એક બાજુ બેઠા હતા. ત્યારે સાંજના સમયે અચાનક જ એક કાર ચાલક રોડ પર ફૂલ સ્પીડે ગાડી ચલાવીને આવી રહ્યો હતો. અને આ કાર ચાલકે કારનો કાબુ ગુમાવતા બે બાઈકને ટક્કર મારી દીધી હતી. અને ત્યારબાદ ફૂટપાથ પર બેઠેલા બંને યુવાનોને કચડી નાખ્યા હતા.

તેણે પડેલી રોડ ઉપરની આ બંને બાયકોને કુચે-કુચા કરી નાખી હતી. અને ત્યારબાદ ફૂટપાથ પર ગાડી ચડી ગઈ હતી તેને કારણે આ બંને યુવકોને ઉભા થાય તે પહેલા કચડી નાખ્યા હતા. અને ત્યારબાદ આ કાર પલટી ખાઇને બાજુના ખેતરમાં પડી ગઈ હતી. અને આ બંને યુવાનને ખૂબ જ ઇજાગ્રસ્ત કરી નાખ્યા હતા.

ત્યારબાદ આજુબાજુ રહેલા લોકોએ આ બંને યુવાનોને તરત જ જેતપુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. અને ત્યારબાદ આ હોસ્પિટલમાંથી બંને યુવાનોને વધુ સારવાર માટે જૂનાગઢ મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ સારવાર દરમિયાન એક યુવકનું મૃત્યુ થઈ ગયું હતું. બીજો યુવક પણ ખુબ ઘાયલ હતો.

અને આ ઘટના બનતા જ તરત જ આ વિસ્તારની પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે આવી હતી. અને કાર ચાલકને પકડી લેવાયો હતો. અને કારના પણ કુચે-કુચા થઇને ભાંગી ગઈ હતી. ત્યારબાદ આ બંને યુવકોના પરિવારના લોકોને પોલીસે આ ઘટના અંગે જાણ કરી હતી.

ત્યારે નિખિલ દિનેશભાઈ ઘેલાણીનું મૃત્યુ થયું એ જાણ તેના પરિવારને થતાં તેનો પરિવાર ખૂબ જ આઘાતમાં આવી ગયો હતો. ત્યારબાદ આ ઘટનાની તપાસ પોલીસ કરી રહી હતી. અને બીજા યુવક પણ ગંભીર હાલતમાં હતો અને તેનો પરિવાર તેની પાસે પહોંચી ગયો હતો. આવા અકસ્માતો થતા હવે લોકો ડરી રહ્યા છે.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here