હાલ રોજ રોજ આપઘાત કરી લેવાની ઘટનાઓ સામે આવતી હોઈ છે. માણસ કંટાળીને વલખા મારે છે અને તેને કોઈ યોગ્ય વ્યક્તિ ન મળે કે જેઓ તેને ખરાબ સમયમાં સમજાવી શકે તો અંતે કંટાળી ગયેલો માણસ આપઘાતનું પગલું માંડતો હોઈ છે. જે એકદમ ખોટી વસ્તુ છે.
હાલમાં જ પંજાબના મોગા જિલ્લામાં એક યુવકે ઝેર ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ યુવક તેની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ ઘરે આવ્યો હતો. જે બાદ તેણે પોતાનો જીવ લીધો હતો. પોલીસના જણાવ્યા અનુસાર યુવકની પત્ની ગ.ર્ભ.વ.તી હતી.
પોલીસે જણાવ્યું કે પંજાબના મોગા જિલ્લાના બાઘાપુરાના પોલીસ સ્ટેશન હેઠળના ચાંદપુરાના ગામમાં બુધવારે સાંજે એક યુવકે ઝેર પી લીધું. યુવકને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયો હતો. પરંતુ તેને બચાવી શક્યા ન હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, યુવક થોડા સમય પહેલા તેની પત્નીના અંતિમ સંસ્કાર કર્યા બાદ ઘરે આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે યુવક તેની પત્નીના મૃત્યુને કારણે આઘાતમાં હતો. જેના કારણે તેણે આત્મહત્યા કરી લીધી હતી. બાઘાપુરાના પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર હરમનબીર સિંહના જણાવ્યા અનુસાર યુવકનું નામ વિજય કુમાર હતું અને વિજય કુમારે પ્રેમ લગ્ન કર્યા હતા.
વિજય કુમારના પિતા હરદેવ સિંહે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધ્યું છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે લગભગ 11 મહિના પહેલા તેમના પુત્ર વિજય કુમારે ગામમાં રહેતી જશનદીપ કૌર સાથે લવ મેરેજ કર્યા હતા. બધા લગ્નથી ખુશ હતા.
જશનદીપ કૌર સાત મહિનાની ગર્ભવતી હતી. પરંતુ બુધવારે અચાનક જશનદીપ કૌરની તબિયત લથડી હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું. આ પછી પરિવારે બુધવારે જ ગામમાં જશનદીપના અંતિમ સંસ્કાર કર્યા.
પત્નીના મૃત્યુ બાદ વિજય આઘાતમાં સરી પડ્યો હતો અને ઘરે આવીને તેણે ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેના કારણે તેનું મોત થયું હતું. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણ કરી હતી. જે બાદ પોલીસે કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે અને પરિવારે યુવકના અંતિમ સંસ્કાર કર્યા છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!