ગાજવીજ વરસાદ સાથે વીજળી પડતા 2 લોકોના થયા કરુણ મોત, વરસાદના આગમનની ખુશીની લહેર માતમમાં ફેરવાઈ..વાંચો..!!

0
154

હમણાં ચોમાસાના આગમનને કારણે લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો ઉનાળાની ગરમીથી છુટકારો મેળવીને હવે ઠંડકનો અનુભવ કરી રહ્યા છે. અને દરેક રાજ્યોમાં મેઘરાજાનું આગમન થઇ જવાને કારણે દરેક રાજ્યોના લોકો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. અને ખેડૂતોમાં તો આનંદની લહેર છવાઈ ગઈ છે.

ગુજરાતમાં ચોમાસાનું આગમન સાથે એવું બની ગયું હતું કે તેમાં લોકોની ખુશી એકબાજુ રહી જાય. અને ઘણા બધા રાજ્યમાં ગાજવીજ સાથે તોફાની વરસાદ પણ પડી ગયો હતો. ગુજરાતમાં વિવિધ જગ્યાએ ખુબ જ સારો એવો વરસાદ પડયો હતો. અને ઘણા બધા જિલ્લાઓમાં તો સારા વરસાદને કારણે નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી.

પરંતુ આજ ચોમાસાના આગમનને કારણે લોકોમાં જેટલી આનંદ જોવા મળે છે તેટલું જ ચોંકાવનારી ઘટનાઓ પણ બનવાની ચાલુ થઈ ગઈ છે. ગાજવીજ વરસાદને કારણે વીજળીના ચમકારા પણ જોવા મળ્યા હતા. વીજળીના ચમકારાને કારણે ઘણા બધા લોકો સાથે ઘણી બધી ઘટનાઓ બની ગઈ હતી.

ગુજરાતમાં કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં વીજળી પડી હતી. તેને કારણે 2 લોકોના તેને તે સમયે મોત થઇ ગયા હતા. ભચાઉ તાલુકાના ચોબારી ગામમાં ગાજવીજ સાથે વરસાદ પડયો ત્યારે લોકોને ખુબ જ આનંદ જોવા મળ્યો હતો. પરંતુ આ વરસાદનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરવાને કારણે વીજળીના ચમકારા સાથે ખુબ જ જોરદાર પવન પણ ફુંકાઇ રહ્યો હતો.

અને વાવાઝોડા જેવું વાતાવરણ સર્જાઈ ગયું હતું. તેને કારણે ગામમાં વાડી વિસ્તારમાં રહેતા 2 લોકોના મોત વીજળી પડવાને કારણે થઈ ગયા હતા. પરિવારના લોકોએ આ બંને મૃતદેહોને સરકારી હોસ્પિટલમાં ખસેડયા હતા. અને અચાનક જ આનંદની લહેર માતમમાં છવાઈ ગઈ હતી. પરિવારમાં બંને લોકોના એકસાથે મોટ જોઈને પરિવાર આઘાતમાં આવી ગયો હતો.

આમ ચોમાસાના આગમનને કારણે લોકોમાં ખુશી તો છે પરંતુ ત્યારે તે ખુશી પલટાઈ જાય તે પણ હવે ચોકાવનારી ઘટનાઓ બની રહી છે. ખરેખર આ ઘટનાઓ બનવાનું ચાલુ થઇ ગયું છે. સિવાય સુરેન્દ્રનગર જિલ્લાના હળવદમાં પણ વરસાદથી દિવાલ ધરાશયી થવાથી બ2 સગાભાઈ અને એક પરિવારની મહિલાનું કરૂણ મોત થઈ ગયું હતું. આવી ઘણી બધી ઘટનાઓ જોવા મળી રહી છે. અને હજુ પણ આવી ઘટનાઓ લોકો સાથે બનવાની આશંકા થઈ રહી છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here