રાજ્યમાં સારું ચોમાસું ચાલી રહ્યું છે. આખા રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. દરેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસવાને કારણે રાજ્યમાં દરેક લોકોમાં ખુશીની લાગણીઓ જોવા મળી રહી છે. રાજ્યના ખેડૂતો પણ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. રાજ્યમાં એકંદરે વરસાદમાં વધઘટ જોવા મળી રહી છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. બાકીના બધા જિલ્લાઓમાં મધ્ય એટલે કે હળવા વરસાદી ઝાપટા પડવાને કારણે ઘણા બધા વિસ્તારોમાં ઓછો વરસાદ વરસી રહ્યો છે. અનેક શહેરોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. જેમાં અમદાવાદમાં એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસવાને કારણે અમદાવાદની પાણી પાણી કરી મૂકયું હતું.
અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં જેવા કે ભોપાલ, વેજલપુર, આશ્રમ રોડ, પ્રહલાદ નગર, સેટેલાઈટ, વસ્ત્રાપુર, પાલડી, એસ.જી.હાઈવે, સરખેજ સહિતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થવાને કારણે વાતાવરણ ઠંડુ કરી દીધું હતું. અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસવાને કારણે વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ ગઈ હતી.
તેને કારણે ઘણા બધા ઝાડવા ધરાશાયી થઈ ગયા હતા. વીજળીના થાંભલાઓ પણ રસ્તા પર પડી જવાને કારણે લોકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણાં શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘુસી ગયા છે. આ ઉપરાંત દ્વારકામાં વિજલપરમાં પણ ભારે વરસાદને કારણે લોકોનું જનજીવન ખોરવાઈ ગયું હતું.
દ્વારકામાં વીજલપરમાં ભારે વરસાદ પવનના સુસવાટા અને વીજળીના ગાજવીજ સાથે વરસ્યો હતો. વીજળીના કડાકા થતાં લોકો ડરી રહ્યા હતા. વીજલપરમાં રહેતા પરિવારના પશુપાલકો સાથે ગંભીર ઘટના બની ગઈ હતી. વરસાદ વરસતા અચાનક વીજળીના કડાકા થવાને કારણે વાડી વિસ્તારમાં રહેતા પરિવારની ત્રણ ભેંસો ઉપર વીજળી પડી હતી.
વીજળી પડતા 3 ભેંસોના મોત થઇ ગયા હતા. ભેંસો ઉપર અચાનક જ વીજળી પડતાં ખેડૂત જોવે તે પહેલા ધડકો થયો અને 3 ભેસોના આકસ્મિક રીતે મોત થઇ ગયા હતા. જોરદાર કડાકા સાથે અવાજ થતા બાકીના પશુપાલકો પણ ભાગવા લાગ્યા હતા. આ ખેડૂત પરિવારમાં આભ ફાટ્યું હોય તેવી આફત આવી ગઈ હતી.
ખેડૂત પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું કારણ કે ખેડૂત પરિવાર ગાય,ભેંસોનું પાલન કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. તેના પર આકસ્મિક વીજળી પડતાં ત્રણ પશુના મોત થઇ જતા પરિવાર ભારે આઘાતમાં આવી ગયું હતું. આમ રાજ્યના ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસતાની સાથે લોકો પર આફત લાવી દીધી છે.
ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં લોકોને ઘણું નુકસાન પણ થાય છે, જેમાં ધોધમાર વરસાદને કારણે નળીયા અને પતરા લોકોને ઉઘાડી નાખે છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં વરસાદ સતત વરસવાને કારણે લોકો ઘણા મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.
દરેક વિસ્તારમાં સારા વાવાઝોડાને કારણે લોકોના ઘરો અને વાડી વાડી વિસ્તારમાં પણ ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે અને શહેરીજનોમાં પણ મુશ્કેલી ની બહાર તૂટી પડ્યા છે કારણ કે શહેરીજનોને ધંધા-રોજગાર જવા માટે ઘણી મુશ્કેલીઓ પડી રહી છે આમ રાજ્યમાં ચોમાસુ ચાલી રહ્યું છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!