રોજેને રોજે આકસ્મિક બનાવોમાં ઘણા બધા લોકોના મૃત્યુ થવા લાગ્યા છે. રાજ્યમાં ચોમાસું શરૂ થઈ ગયું છે અને મેઘરાજાના ધમાકેદાર વરસવાને કારણે ઘણા બધા રાજ્યોમાં ખૂબ જ સારો એવો વરસાદ પડી રહ્યો છે. એક બાજુ ખેડૂતોને ચોમાસુ સમયસર આવવાને કારણે તેઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે.
કારણ કે તેમને વાવણી લાયક વરસાદ થવાથી તેઓની વાવણી સારી થઈ શકે તેમ છે પરંતુ બીજી બાજુ ચોમાસાને કારણે જ ઘણી બધી ઘટનાઓ બનવાની ચાલુ થઈ ગઈ છે. આવી દુર્ઘટનાઓ બનવાને કારણે ઘણા બધા લોકોના મોત પણ થવા લાગ્યા છે. એવી જ એક આકસ્મિક ઘટના સામે આવી છે. આ ઘટના ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં બની હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. તેને કારણે સુરેન્દ્રનગરના લીંબડી જિલ્લાના કટારિયા ગામમાં ગાજવીજ સાથે વરસાદને કારણે આ ઘટના બની હતી. કટારિયા ગામમાં એક પરિવાર ખૂબ જ ખુશી ખુશીથી રહેતું હતું. આ પરિવારમાં પતિ-પત્ની અને તેમના દીકરી-દીકરો રહેતા હતા.
પિતાનું નામ હરેશભાઈ છગનભાઈ બાધણીયા હતું. તેમની ઉમર 52 વર્ષની હતી. અને તેમના દીકરાનું નામ અક્ષય હરેશભાઈ બાધણીયા હતું. તેમની ઉંમર 27 વર્ષની હતી. એક દિવસ ગામમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો. અને વિજળીના કડાકા ભડાકા થઇ રહ્યા હતા. તે સમયે ગામમાં અચાનક આ પરિવારના ઘર પાસે વીજળી પડી હતી.
તેને કારણે પિતા-પુત્ર સાથે ખૂબ જ મોટી દુર્ઘટના બની ગઈ હતી. અને અન્ય એક વ્યક્તિ પર પણ આ વીજળી પડવાને કારણે 3 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા. તેનું નામ હેતલબેન કલ્પેશભાઈ મેણીયા હતું. તેમની ઉંમર 28 વર્ષની હતી. ગામમાં એક સાથે ત્રણ લોકો ઉપર વીજળી પડવાને કારણે ખૂબ જ મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ હતી.
તરત જ ગામના લોકોને ખબર પડતાં એમ્બ્યુલન્સને ફોન કરવામાં આવ્યો હતો. અને પરિવારના આ ત્રણે સભ્યોને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ વીજળીના જોરદાર પડવાને કારણે ત્રણેય લોકો બચી શક્યા ન હતા. અને ડોક્ટરે ત્રણેય લોકોને મૃત જાહેર કર્યા હતા.
એક જ ગામના અને એક જ પરિવારના 3 લોકોનું એક સાથે મૃત્યુ થવાને કારણે માતમનો માહોલ ફેલાઇ ગયો હતો. અને ગામમાં પણ આઘાત ભર્યું વાતાવરણ ફેલાઈ ગયું હતું. અચાનક જ એક જ પરિવારના 3 સભ્યો મૃત્યુ પામવાને કારણે પરિવારના લોકો ખુબજ મોટા આઘાતમાં આવી ગયા હતા.
તેમણે પોતાના પરિવારના એક સાથે ત્રણ સભ્યોને કોઈ દીધા હતા. અને ગામમાં શોકનો માહોલ ફેલાઈ ગયો હતો. ચોમાસામાં લોકોને ખુશી ની સાથે સાથે દુઃખ સહન કરવું પડી રહ્યું છે. અને આવી આકસ્મિક ઘટનાને કારણે લોકો ખૂબ જ આઘાતમા આવી ગયા હતા. લોકો આવી ઘટનાઓના ભોગ બની રહ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!