આજકાલ અકસ્માતની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. દિવસમા કેટલી જગ્યાએ જુદા-જુદા અકસ્માતના બનાવો બની રહ્યા છે. અને આ બનાવો મોટા ભાગે બીજા વાહનો સાથે અકસ્માતમાં જ બની રહ્યા છે. તેને કારણે કેટલાય નિર્દોષ લોકો ઘાયલ થઇ જાય છે. અને કેટલાક લોકોનું તો અકાળ ભર્યું ત્યાં જ મોત થઈ જાય છે.
આવી જ એક ઘટના ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર ભયંકર અકસ્માત સર્જાયો તેની બની હતી. આ ઘટનામાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે ઉપર એક ટેમ્પો અને એક બાઇકનો અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર ઉપર આવેલા તલાસરી ગામ પાસે એક ટેમ્પો ડ્રાઈવરે એક બાઇકને અડફેટે લઈ લીધી હતી.
આ ટેમ્પો ડ્રાઇવર ખૂબ જ ઝડપી સ્પીડે ટેમ્પો ચલાવીને આવી રહ્યો હતો. તેને કારણે હાઈવે ઉપર બાઈકને અડફેટે લઇ લીધું હતું. અને ટેમ્પો ડ્રાઇવરે બાઇકને અડફેટે લીધા બાદ ટેમ્પો ઉભો રાખ્યો નહીં. બાઈક ચાલક ઉછળીને પડી ગયો હતો. અને તેની બાઈક આ ટેમ્પોમાં નીચે ફસાઈ ગઈ હતી.
ટેમ્પો ડ્રાઇવર બેદરકારી રાખીને એમ જ તલાસરીથી ગુજરાત તરફ ટેમ્પાને ચલાવતો ગયો હતો. અને બાઇક આ ટેમ્પા માં ફસાઈ ગઈ હતી. નીચેના બાજુ બાઈક ફસાઈ જવાને કારણે 15 કિલોમીટર સુધી બાઈક ઘસડાઇ હતી. અને તલાસરીથી ભિલાડ સુધી ટેમ્પો ડ્રાઈવરે આવી જ રીતે બાઈક ઘસડીને ટેમ્પો ચલાવ્યો હતો.
તેને કારણે ટેમ્પોની પાછળથી ઘણા બધા સળગતા તણખલા જોવા મળ્યા હતા. અને બાઇકઅને હાઇવેના રોડનું ઘર્ષણ ખૂબ જ પ્રમાણમાં થયું હતું. તેને કારણે તિખારા જોવા મળ્યા હતા. અને બાઇકના કુચે-કુચા બોલી ગયા હતા. બાઇકને ટેમ્પો ડ્રાઇવર ભીલાડ સુધી ઘસડીને લઈ આવ્યો હતો. તેને કારણે બાઇકના એક પણ સ્પેરપાર્ટ સારા રહ્યા નહોતા.
બાઈકની એવી હાલત થઇ ગઈ હતી. અને બાઇક ઘસડાઈને બેકાર થઈ ગઈ હતી. બાઈક ચાલકને સામાન્ય ઇજા થઇ હતી. ત્યારબાદ આ ઘટના હાઇવે પરના બીજા લોકો જોઈ ગયા હતા. તેને કારણે ભીલાડ પોલીસને આ ઘટનાની જાણ કરી દેવાઈ હતી. તેને કારણે પોલીસ ભીલાડ પાસેથી આ ટ્રક ડ્રાઈવરને પકડી પાડયો હતો.
ટેમ્પો ડ્રાઇવર પોતે અકસ્માત કર્યો હોવાથી તેણે પોતાનો ટેમ્પો ઉભો રાખ્યો નહીં. તેને ડર હતો ક લોકો તેને પકડીને માર-મારશે. પરંતુ પોલીસએ ભિલાડ પાસે આ ટેમ્પા ડ્રાઈવરને ઉભો રાખ્યો હત. પોલીસે આ ટેમ્પો અને બાઇકને જપ્ત કરી લીધા હતા. અને આ ઘટનાની તપાસ હજુ કરી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!