આજના સમયમાં અનેક વિસ્તારમાં ક્યાંકને ક્યાંક મહિલાઓ સાથે મારામારી અથવા તેને ત્રાસ આપીને ઘરની બહાર કઢાઈ રહી છે. હાલમાં પોતાનું ધાર્યું બીજા લોકો ન કરે તો બીજા લોકોને ખુબ જ માનસિક રીતે ત્રાસ આપે છે. અથવા તો તેના સાથે ઝઘડો કરીને મારામારી કરે છે. અને લોકો પોતાના સ્વાર્થ માટે કઈ પણ કરી રહ્યા છે.
આજના સમયમાં મહિલાઓને સુરક્ષા માટે સરકારે ઘણી હેલ્પલાઈન બનાવી છે. આવી જ એક ચોંકાવનારી ઘટના ગર્ભવતી મહિલા સાથે સુરતના કતારગામ વિસ્તારમાં બની હતી. કતારગામ વિસ્તારમાં મહિલા તેમનો પતિ અને સાસુ-સસરા એક પરિવારમાં રહેતા હતા. મહિલાના લગ્ન થયા તેને 1 થી 2 વર્ષ થયું હતું.
અને મહિલા ગર્ભવતી હતી. મહિલાને પાંચ મહિનાનો ગર્ભ હતો. અને એક દિવસ મહિલાને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો. એક દિવસ મહિલા ગર્ભવતી હોવાને કારણે આંગણવાડીમાં મમતા કાર્ડ કઢાવવા માટે ગઈ હતી. તે એકલી ગઈ હતી તેની સાથે ઘરના કોઈ ગયા નહિ. અને ત્યાં તેને ઊલટી થઈ હતી.
તેને કારણે આંગણવાડીના લોકો સારવાર માટે સિવિલમાં લઇ ગયા હતા. આ વાત મહિલાએ સિવિલમાં ગયાની ઘરે કહ્યું નહોતું. તે આંગણવાડીમાં મમતા કાર્ડ કઢાવવા માટે જાય છે તેમ જણાવ્યું હતું. અને સીરીયલમાંથી પરત આવતાં મહિલાને રાત્રે મોડું થઈ જાય છે. તેને કારણે ઘરે તેનો પતિ સાસુ અને સસરા મહિલા સાથે ઝઘડો કરે છે.
અને ઘરમાંથી મહિલાને બહાર કાઢી મૂકી હતી. અને ખોટી શંકાઓ કરી હતી. મહિલાને અવારનવાર તેના સાસુ-સસરા અને તેનો પતિ ત્રાસ આપતા હતા. તેને કારણે એકવાર મહિલા તેના દિયર-દેરાણીને ત્યાં રોકાવા માટે ગઈ હતી. ત્યારે પણ તેના સાસુ અને તેના પતિએ તેને રોકાવા દીધી ન હતી.
અને ઘરે પાછી લઈ આવવા ગયા હતા. પરંતુ મહિલા ત્યાંથી પાછી ન આવી હતી. અને તેને કારણે મહિલાનો પતિ તેને કીધા વગર ઘરને તાળુ મારીને મુંબઇ જતો રહ્યો હતો. અને તેના સાસુ-સસરાને પણ સાથે લઈ ગયો હતો. મહિલા પોતાના ઘરે પરત જાય છે. ત્યારે ઘરને તાળું જોઈને તે તેના ફઇના દીકરાના ઘરે જાય છે.
તેના ફઇના દીકરાએ 181 મહિલા હેલ્પલાઈન પર ફોન કરીને આ પરિસ્થિતિની જાણ કરી હતી. અને અભયમ રેસ્ક્યુ ટીમ આ મહિલા પાસે પહોંચી હતી. અને મહિલાને આશ્રય આપ્યો હતો. મહિલાના પતિને રેસ્ક્યુ ટીમવાળાએ ફોન કર્યો તો તેના પતિએ મુંબઈ ગયાનું જણાવ્યું હતું. પરંતુ મહિલાના દિયર એ કહ્યું હતું.
કે તેનો પતિ અહીંથી ઘર ખાલી કરીને બીજે રહેવા માટે જતો રહ્યો છે. અને આ મહિલાને એમ જ રખડતી મૂકીને ભાગી ગયા હતા. તે માટે અભય ટીમે આ મહિલાને આશરો આપીને ખુબ જ મોટો ઉપકાર મહિલાની જિંદગીમાં કર્યો હતો. આ મહિલાને આવા સમયમાં એકલી મુકીને પરિવાર ભાગી ગયું હતું.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!