આજકાલ સમાજમાં આપણે ઘણી ગંભીર ઘટનાઓ બનતી જોઈ રહ્યા છીએ. અને આવી ગંભીર ઘટનાઓને કારણે પરિવારની ખુશીઓ પણ છીનવાઈ જાય છે. અને આવી ગંભીર ઘટનાઓ દિવસેને દિવસે વધતી રહી છે. આધુનિક સમયમાં ઘણા બધા ગામોમાં સારી એવી સરકારે પ્રગતિ કરી દીધી છે.
પરંતુ હજુ પણ ક્યાંક ગામડાઓનો વિકાસ ન થતા ગામડાઓ પછાત જોવા મળી રહ્યા છે. આવી જ એક પછાત વિસ્તારમાં ગર્ભવતી મહિલા સાથે ઘટના બની હોવાનું સામે આવ્યું છે. આ ઘટના જોઇને સૌ કોઈનું હદય પીગળી જશે. આ ઘટના મંડલાના બેહરા ટોલા ગામમાં બની હતી. બેહરા ટોલા ગામમાં સુનિયા મરકામ નામની મહિલા તેના પરિવાર સાથે રહેતી હતી.
અને આ મહિલાનું પરિવાર પહાડી ઉપર આવેલા ગામમાં રહેતું હતું. અને આ પહાડી વિસ્તાર હોવાથી સીધા રસ્તાવાળુ હતું કે ત્યાં સીધું ચડવાનું હોવાથી ત્યાં વાહન લઇને જવું ખૂબ જ કઠિન હતું. લોકોને સીધા ચડવામાં પણ મુશ્કેલી પડતી હતી તો ત્યાં વાહન જવાની કોઈ શક્યતા ન હતી. અને આ સુનિયાના લગ્ન ઘણા સમય પહેલા થયા હતા.
સુનિયા ગર્ભવતી હોવાને કારણે એક દિવસ સુનિયાને અચાનક જ પીડા ઊપડી હતી. અને તેને કારણે પરિવારના લોકોએ 108 એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. પરંતુ એમ્બ્યુલન્સ સમયસર પહોંચી તો કઈ પરંતુ રસ્તો સરખો ન હોવાને કારણે ગામ સુધી જઈ શકી ન હતી.અને સુનીયાને ખુબ જ પીડા થવાને કારણે તેને તાત્કાલિક સારવારની જરૂર હતી.
તેને કારણે સુનિયાને 3 કિલોમીટર સુધી ખાટલામાં સુવડાવીને પગપાળા ચાલીને પરિવારના લોકો એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યા હતા. અને સુનિયાને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવી જબલપુરની હોસ્પિટલમાં સુનિયાની ડિલિવરી થઈ પરંતુ સુનિયાને ઘણો સમય થઈ જવાને કારણે બાળક ગર્ભમાં જ મૃત્યુ પામ્યું હતું.
અને તેને કારણે સુનયાએ એક મૃત બાળકને જન્મ આપ્યો હતો. અને સુનિયાને આ વાત ખબર પડતા તે ખૂબ જ આઘાતમાં આવી ગઈ હતી. જે માતાએ પોતાના બાળકને માટે 9 મહિના સુધી તેની સારસંભાળ રાખી હોય તે બાળક ને મૃત જોઈને સુનિયા પણ બેભાન થઈ ગઈ હતી. અને તેના પરિવારના લોકો પણ ખૂબ જ આઘાતમાં આવી ગયા હતા તેના કુળદીપકને તેઓ જોઈ શક્યા ન હતા. તેને કારણે ગામના લોકોએ તે વિસ્તારના મંત્રીને ગામની પ્રગતી માટે જણાવ્યું હતું.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!