રોજબરોજ પ્રેમ પ્રકરણમાં એવા કિસ્સાઓ બનતા હોય છે. જે સામે આવતાની સાથે જ સૌ કોઈ ચોંકી ઉઠે છે. પ્રેમ પ્રકરણમાં નાના નાના ઝઘડાઓ થવાના કારણે ઘણીવાર મામલો હત્યા અને હિંસા સુધી વધી જતો હોય છે. પરંતુ હાલ સુરતમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે. જે જાણ્યા બાદ તમે પણ માથું પકડી લીધો કે શું પ્રેમ સાવ આવો આંધળો હશે…?
હકીકતમાં સુરતમાં ઉત્તર પ્રદેશનો પંચદેવ યાદવ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રહે છે. પંચદેવ પોતે દોરા બનાવવાના કારખાનામાં કામ કરે છે. ત્યારે તેનો ભાઈ અજય પણ તેની સાથે જ કારખાનામાં કામ કરતો હતો. અને તે પંચદેવની સાથે જ રહેતો હતો. એક દિવસ પંચદેવની સવારમાં 9:30 વાગ્યા આસપાસ પોલીસનો ફોન આવ્યો હતો…
કે તમારો ભાઈ અજય ટ્રેન નીચે પડતું મુકીને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે. તેમજ તેની સાથે એક મહિલા પણ છે. આ સાંભળતાની સાથે જ પંચદેવ તરત જ ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ ઘટના જે દિવસે બની એ દિવસે સવારમાં પાંચ વાગ્યા આસપાસ તેના ઘરેથી અજય અને પંચદેવની પત્ની બંને ગાયબ હતા.
પંચદેવ ઘટનાસ્થળે જઈને જોયું તો અજય અને તેની સાથે એક અજાણી મહિલાની લાશ પડી હતી. ઉપર કપડું ઢાંક્યું હતું. પંચદેવે કપડું ઊંચું કરીને જોયું અને ત્યાં જ તેના હોશ ઉડી ગયા હતા. કારણ કે એ મહિલાની લાશ અન્ય કોઈ નહીં પરંતુ પંચદેવની પત્ની જ હતી. પંચદેવ ની પત્ની અને તેનો ભાઈ અજય એટલે કે ભાભી અને દિયર એ એકસાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરી લીધો હતો..
ટ્રેન નીચે આપઘાત કર્યા બાદ પતીન ખબર પડી હતી કે ભાભી અને દિયર એટલે કે તેની પત્ની અને તેનો ભાઈ બંને પ્રેમ સંબંધમાં જોડાયેલા હતા. પંચદેવને ૧૮ મહિના નો એક દીકરો પણ હતો. છતાં પણ તેની પત્ની તેના ભાઈ સાથે જ પ્રેમ સંબંધમાં જોડાયેલી હતી. તેઓનો આ પ્રેમ વ્યવહારુ જીવનમાં શક્ય ન હતો..
એટલા માટે તેઓએ ટ્રેન નીચે પડતું મુકીને જીવન ટૂંકાવી દીધું છે. એવી પ્રાથમિક તપાસમાં જાણવા મળી છે. દિયર અને ભાભી બંને ભેસ્તાન રેલવે ટ્રેક ઉપર ગરીબ રથ ટ્રેન પસાર થઇ રહી હતી. તે સમયે તેઓએ ટ્રેન નીચે ઝંપલાવી દીધું હતું. મહિલાએ એક પણ વાર તેના 18 મહિના ના દીકરા નો વિચાર કર્યો ન હતો…
તો બીજી બાજુ ભાઈએ એક પણ વાર તેના ભાઈનો તેમજ તેના ભત્રીજા નો વિચાર કર્યો ન હતો. અને બંને જીવ ગુમાવી દીધો છે. ત્યાં આસપાસના લોકોને આ લાશ મળી આવતા તેઓ તરત જ પોલીસને ફોન કર્યો હતો. પોલીસે અજયના ખિસ્સામાંથી કારખાનું આઇડી કાર્ડ મેળવ્યું હતું.
જેના પગલે જાણ થઈ હતી કે આ વ્યક્તિનું નામ અજય છે. તેમજ તે દોરા બનાવવાના કારખાનામાં કામ કરી રહ્યો છે. પંચદેવ યાદવે વધુમાં પોલીસને જણાવ્યું હતું કે લગ્ન થયા બાદ ત્રણ મહિના સુધી તેની પત્ની તેના પિયર આઝમગઢ માં ગઈ હતી. પરંતુ તે જ્યારથી સુરત આવી હતી. ત્યારથી જ અજય અમારી સાથે રહેવા લાગ્યો હતો.
અને લગ્નની વાત પણ ચાલી રહી હતી. અજય તેના સગા ભાઇને જ દગો આપ્યો હતો. હાલ પંચદેવ અને તેનો 18 મહિનાનો દીકરો ખુબ જ ખરાબ હાલતમાં છે. કારણ કે બાળક પરથી માતાની છત્રછાયા હટી ગઈ છે. તેમજ પિતાએ પરિવારને ખોઈ નાખ્યો છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!