ગીરની કેસર કેરી આખા વિશ્વમાં પ્રખ્યાત છે. કારણ કે આ કેસર કેરીનો સ્વાદ સામે અન્ય કોઈપણ કેરી સાવ ફિક્કી લાગે છે. આ કેરીની મીઠાશ આટલી બધી વધારે હોય છે કે, આ કેરી ખાવા પાછળ વિદેશી ભુરીયા ઓ પણ ફાંફા મારતા હોય છે.
પરંતુ આ વર્ષે કેસર કેરીના શોખીન લોકો માટે ખૂબ માઠા સમાચાર આવ્યા છે. આ વર્ષે બે થી ત્રણ વખત ખરાબ વાતાવરણના કારણે તેમજ માવઠા અને વાવાઝોડાના કારણે કેસર કેરીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. અમરેલી અને જુનાગઢ જીલ્લાના મોટાભાગના આંબાના બગીચા ખેદાન-મેદાન થઇ ગયા હતા…
તેમજ ઠંડીના કારણે આંબાના વૃક્ષો ઉપર હજી સુધી મોર આવ્યો નથી. આ કારણે કેસર કેરીના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે તેવી શક્યતાઓ છે. ખેડૂતોનું માનવું છે કે, આ વર્ષે ઉત્પાદન ઓછું હોવાને લીધે કેસર કેરીના પાકનું ભાવ ખૂબ ઊંચો બોલાઈ છે.
વાવાઝોડાને લીધે કેસર કેરી ને ખૂબ નુકસાન પહોંચ્યું હતું. તેમજ ખૂબ વધારે પ્રમાણમાં વરસાદ પડતા આંબાના બગીચા ને પણ ખૂબ નુકસાન થયું હતું. આ સાથે સાથે આ વર્ષની ઠંડી પણ ખૂબ વધારે હોવાથી આંબામાં જેટલો મોર આવો જોઈએ તેટલો આવ્યો નથી અને અમુક અંબાઓમાં તો ઠામુકો મોર દેખાતો નથી..
જેના લીધે આ વર્ષે કેસર કેરીનો પાક ખૂબ ઓછા પ્રમાણમાં આવે તેવી શક્યતા છે. આ બાબતે એક ખેડૂતે દ્રષ્ટાંત આપતા જણાવ્યું છે કે, તેમને 6 વીઘાના જમીનમાં કુલ 80 આંબા ઉભા છે પરંતુ આ વર્ષે ૨૦ દિવસ સુધી ઠંડીનો પારો સતત નીચો રહેતા આંબા ઉપર મોર આવ્યો નથી જેની સીધી અસર કેરીના પાક પર થશે…
અને આ વર્ષે કેસર કેરીનો પાક દર વર્ષની સરખામણીમાં ખુબ મોડો આવશે તો બીજી બાજુ ભાવનગરની આંબાવાડીઓમાં પણ આ પ્રકારનું જ વિધ્ન આવ્યું છે. ભાવનગરમાં આંબા ઉપર મોર તો જોવા મળી રહ્યા છે. પરંતુ જોઈએ તેટલો ઉતારો નહીં આવે તેવું ખેડૂતોનું માનવું છે….
કારણકે ભાવનગર જિલ્લામાં વારંવાર હવામાનમાં પલટો નોંધાયો છે જેના કારણે આંબા પરનો ફાલ ખરી પડે છે તેમ જ મોટાભાગના આંબામાં તો ફાલમાં ઘટાડો થઈ રહ્યો છે. આ સમાચાર સાંભળતા જ કેરીના પાકોના ભાવ ઊંચા બોલાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!