આધુનિક યુગમાં વધી જતી ટેકનોલોજીને કારણે ઘણા બધા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. ઘણી બધી જગ્યાએ આજકાલ આગ લાગવાની ઘટના આપણે જોઈ રહ્યા છીએ અને આગ મોટા ગોડાઉન અથવા તો કંપનીમાં લાગવાને કારણે ઘણા બધા માલ નુકસાન પણ થઈ રહ્યું છે. આવી રીતે લાગતી આકસ્મિક આગને કારણે આજુબાજુના વિસ્તારોમાં પ્રદૂષણ ભર્યુ વાતાવરણ થઈ જાય છે.
તેને કારણે લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. આવી જ એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટના અમદાવાદ શહેરમાં બની હતી. અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાં કઠવાડા રોડ ઉપર આવેલા ઈશ્વર દાદાની વાડી પાસે આ આગ લાગવાની ઘટના બની હતી. ઈશ્વર દાદાની વાડી પાસે એક મોટું ગોડાઉન બનાવવામાં આવ્યું હતું.
તેમાં એલપીજી ગેસના બાટલા મુકવામાં આવતા હતા. અને ગેસના બાટલાનું ગોડાઉન પતરા નાખીને કરવામાં આવ્યું હતું. ગોડાઉન રાકેશસિંહ બિહોલા નામના વ્યક્તિનું હતું. રાકેશસિંહ ગોડાઉનના માલિક હતા. અને રાકેશ સિંહે સંજય પટેલ નામના વ્યક્તિને ગોડાઉન ભાડે આપ્યું હતું. સંજય પટેલ પોતાના ગેસના સિલિન્ડર રાખવા માટે આ પતરાવાળું મકાન ભાડે રાખ્યું હતું.
પરંતુ એક દિવસ આ ગોડાઉનમાં અચાનક આકસ્મિક રીતે આગ લાગી ગઈ હતી. અને તે સમયે ગોડાઉનની અંદર કોઈ જ ન હતું. અને તેમાં સિલિન્ડર એક પછી એક બ્લાસ્ટ થવા માંડયા હતા. તેને કારણે ખૂબ જ ધડાકેદાર અવાજ સંભળાતો હતો. આજુબાજુના વિસ્તારના લોકો આ અવાજ સાંભળીને ખૂબ જ ડરી ગયા હતા.
અને ગેસ સિલિન્ડર એક પછી એક ફાટવાને કારણે ખૂબ જ આગ લાગી ગઈ હતી. આગ લાગવાથી ગેસ સીલીન્ડરો હવામાં ઉછાળવા લાગ્યા હતા તેને કારણે આજુબાજુના લોકો બચવા ભાગી રહ્યા હતા. અને મકાન પતરાવાળું હોવાથી તે પણ સળગી રહ્યું હતું. અને આગ કાબૂમાં આવી શકે તેમ ન હતી. તેને કારણે આજુબાજુના લોકોએ ભેગા મળીને ગોડાઉનના માલિકને ફોન કર્યો હતો.
માલિકે તરત જ ફાયર બ્રિગેડને ફોન કરીને આ ઘટના સ્થળે પહોંચવા કહ્યું હતું પરંતુ જે કારણે આગ ભયંકર લાગી ગઈ હતી. અને ભયંકર આગ લાગવાને કારણે ધુમાડાના ગોટેગોટા આસમાની જોવા મળ્યા હતા. તેને કારણે આજુબાજુના ઘણા વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો. ત્યારબાદ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને ગોડાઉનના માલિક સાથે પૂછપરછ કરી રહી હતી.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!