ધડાકાભેર આગ ફાટી નીકળતા ગામલોકોએ કર્યું એવું કે, આગને કાબુમાં લીધી..!

0
71

હાલના સમયમાં શોર્ટ સર્કિટ જેવી પરિસ્થિતિઓ થાય છે ત્યારે આગ લાગવાની સંભાવના રહે છે જે વિસ્તારમાં આગ લાગી હોય તે સમગ્ર વિસ્તાર બળીને ખાખ થઈ જાય છે અને તેમાં લોકોને હાનિ પણ પહોંચે છે. આવી ઘટનાઓ બનતા આજુબાજુના વિસ્તારના લોકો ભયભીત થાય છે.

એવી જ એક ઘટના બની હતી. ઝડફિયાના ભાલોદ તરસાલી રાતના સમય દરમિયાન એક મકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ આગ અચાનક જ ફાટી નીકળતા બાળક સહિત ઘણા બધા લોકોને હાનિ પહોંચી હતી. આવી વિશાળ આગ ફાટી નીકળતા લોકો દોડતા થઇ ગયા હતા.

ગતરોજ રાતના સમયે ઝઘડિયા તાલુકાના ભાલોદ તરસાલી ગામમાં આવેલા એક મકાનમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. કાચા મકાનને પગલે આગે ત્વરિત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આવું ત્વરિત સ્વરૂપ ધારણ કરતાં ઘરમાં રહેતા બાળક સહિત સાત લોકો દાઝી ગયા હતા.

આ અંગેની જાણ પોલીસને થતા ગ્રામજનોની તથા ગ્રામવાસીઓ એકત્રિત થઈ ગયા હતા. તેમજ સમગ્ર લોકોએ સાથે મળી પાણી સાથે રેતીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. આગમાં હાનિ પહોંચેલા તમામ લોકોને રાહત મેળવવા માટે ગ્રામ વાસીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કર્યો.

તેમજ દાજી ગયેલા તમામ લોકોને 108 એમ્બ્યુલન્સની મદદથી અવિધાના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. આ આગનો કોલ ફાયર બ્રિગેડને કરવામાં આવ્યો હતો, પરંતુ ઘટનાની સ્થળની 25 કિ.મી દૂર જખડિયા જીઆઇડીસી ખાતે ફાયર સ્ટેશન આવેલું હતું.

તેને કારણે આગ પર કાબુ મેળવવા માટે ફાયર બ્રિગેડ પહોંચી હતી. તે પહેલા જ ગ્રામજનોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. ગ્રામજનોએ આગ પર આપી અને રેતીનો મારો કરી હોવાથી વધારે લોકોને હાનિ પહોંચી ન હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ. ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here