ઘરે આ રીત આપનાવી જાણો કે સીલીન્ડરમાં કેટલો ગેસ બચ્યો છે… આજે જ જાણો !

0
178

ઘરમાં અચાનક એલપીજી સિલિન્ડર(LPG Cylinder) પૂરો થઇ જવો એ કાયમી સમસ્યા છે. આ પરિસ્થિતિ દર એક બે મહિને બધાના ઘરે આવે છે. આવી સ્થિતિમાં જો આપણી પાસે બેકઅપમાં બીજું સિલિન્ડર હોય તો કોઈ સમસ્યા આવતી નથી પરંતુ જો ફક્ત એકજ સિલિન્ડર હોય અથવા બીજો ખાલી છે તો સમસ્યા વધે છે.

ઉજ્જવલા ગેસ યોજનાના માધ્યમથી મોદી સરકાર એલપીજીને છેવાડાના ગામડાઓ સુધી લઈ ગઈ છે. આવી સ્થિતિમાં ઘણી વખત રાત્રે સિલિન્ડર પૂરો થઈ જાય છે ત્યારે વિકલ્પ રહેતો નથી. શહેરોના વ્યસ્ત જીવનમાં, સિલિન્ડર ભરવાનો તરત પણ સમય મળતો નથી.

આવા સમયે પ્રશ્ન ઉઠે કે સિલિન્ડર પારદર્શક હોત તો તળિયું જોઈ શક્ય હોત પણ આ વિકલ્પ ઉપલબ્ધ નથી ત્યારે સિલિન્ડર પૂરો થાય તેના થોડા સમય પેહલા જાણવાના પ્રયાસ કરવા જોઈએ. તે કેટલું સરળ બને જો તમને ખબર પડે કે હવે સુધીમાં તમારું સિલિન્ડર થોડા દિવસોમાં પૂરું થવાનું છે. તદનુસાર આપણે નવા સિલિન્ડરને પણ બુક કરી શકીએ છીએ.

સિલિન્ડરમાં કેટલો ગેસ બાકી છે તે જાણવાની ઘરેલુ રીત :  તમારા સિલિન્ડરમાં કેટલો ગેસ છે તે શોધવા માટે પહેલા કપડાને પાણીમાં પલાળીને ભીનો કરો. હવે આ ભીના કપડાથી સિલિન્ડર ઉપર એક જાડી લાઈન બનાવો. હવે થોડી રાહ જુઓ. હવે તમારા સિલિન્ડરનો જે ભાગ ખાલી છે તે પાણી ઝડપથી સુકાઈ જશે અને જ્યાં સુધી ગેસ છે ત્યાં સુધી પાણી મોડા સુકાશે.

આ રીતે તમે તમારા સિલિન્ડરમાં ગેસનો જથ્થો સરળતાથી જાણી શકો છો. અસલમાં LPG ઠંડો ગેસ છે અને માટે સિલિન્ડરનો ખાલી ભાગ થોડો ગરમ રહે છે. ભીનું કપડું મુકવામાં આવે ત્યારે ખાલી ભાગનું પાણી ઝડપથી સુકાઈ જાય છે અને ગેસથી ભરેલો ભાગ ઠંડો હોય છે તેથી ભાગનું પાણી મોડા સુકાય છે.

Ujjwala scheme હેઠળ 1 કરોડ નવા જોડાણોનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. : 1 ફેબ્રુઆરીના રોજ બજેટ રજૂ કરતાં નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (Pradhan Mantri Ujjwala Yojana) હેઠળ 1 કરોડ વધુ નવા જોડાણો વિના મૂલ્યે વિતરણ કરવામાં આવશે. માહિતી અનુસાર પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે આગામી તબક્કાની રૂપરેખા તૈયાર કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે આ મહિને જાહેરાતનો અમલ થશે. ઉજ્જવલા યોજના અંતર્ગત ગરીબી રેખા નીચે આવતા પરિવારોને નિ:શુલ્ક રસોઈ ગેસ (LPG) જોડાણો વિતરણ કરવામાં આવે છે. 31 જાન્યુઆરી 2021 સુધી આ યોજના હેઠળ 8.3 કરોડ એલપીજી (LPG) જોડાણનું વિતરણ કરવામાં આવ્યું છે. સરકાર માટે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની યાદી પણ મહત્વપૂર્ણ છે કારણ કે તેને આધાર તરીકે ધ્યાનમાં લેતા, સરકાર જરૂરિયાતમંદોને વિવિધ યોજનાઓ અને લાભ પ્રદાન કરે છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here