આજકાલ સમાજમાં નાના બાળકોનું ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. નાના બાળકોને શેરીમાં કે બહાર રમવા માટે એકલા જવા દેવા ન જોઈએ. આજકાલ બાળકોનું ધ્યાન રાખવામાં ન આવે તો ઘણી બધી ગંભીર ઘટનાઓ બનતી આપણે જોઈ રહ્યા છીએ. આવી જ એક ગંભીર ઘટના બાળકો સાથે બની હોવાની સામે આવે છે.
આ ઘટના સુરત શહેરમાં બની હતી. સુરતના બારડોલી જિલ્લાના માંગરોળ તાલુકાના લીંબોદરા ગામમાં ગંભીર ઘટના બની હતી. લીંબોદરા ગામમાં ઇમરાન મલેક નામના યુવાનનું પરિવાર રહેતું હતું. અને ઇમરાન મલેકના ઘરે મોટી નરોલીથી તેની બહેનની દીકરી રહેવા માટે આવી હતી. દીકરીનું નામ મોહિનૂર હતું. મોહિનુરની ઉંમર 8 વર્ષની હતી.
દીકરી તેના મામાના દીકરા રેહાન ઈલ્યાસ પઠાણ સાથે રોજે રમતી હતી. રેહાનની ઉંમર 10 વર્ષની હતી. બંને દરરોજ રમવા માટે ઘરની બહાર જતા હતા. અને એક દિવસ અચાનક બંને ઘરની પાછળની બાજુ રમવા ગયા હતા. તે સમયે ઘરની પાછળ સુજલામ સુફલામ યોજના હેઠળ તળાવ ખોદવામાં આવી રહ્યું હતું.
બંને મામા-ફોઈના ભાઈ બહેન આ તળાવના પાણીમાં રમવા માટે ગયા હતા. તે સમયે અચાનક જ બંનેના પગ લપસતા 15 ફૂટ ઊંડા તળાવમાં લપસી ગયા હતા. અને તેની સાથે રહેલા તેના મિત્રોઆ જોઈ બુમાબુમ કરવા લાગ્યા હતા. અને ઇમરાન મલેકના ઘરે આવીને તેના પરિવારના લોકોને રેહનના મિત્રોએ જ આ વાત જણાવી હતી.
તરત જ પરિવારના લોકો તળાવ પાસે જઈને બંને બાળકોને પાણી વધુ ન હોવાથી શોધી કાઢ્યા હતા પરંતુ બાળકોને બચાવવામાં મોડું થઈ જવાને કારણે બંને બાળકો પાણીમાં રહીને મૃત્યુ પામી ગયા હતા. આ મામા ફોઈના બંને બાળકો તળાવમાં ડૂબી જતાં ગામના લોકો ચોંકી ગયા હતા. અને લીંબોદરા ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
ઇમરાને તેની બહેનને આ ઘટના અંગે જણાવવું ખુબ જ મુશ્કેલ બની ગયું હતું. મામાના ઘરે રહેવા આવેલી દીકરી સાથે આવી ઘટના બનવાથી મામા ખુબજ નિરાશ પામ્યા હતા. અને તેને કારણે સુજલામ સુફલામ યોજના માટે તળાવ ખોદાઈ રહ્યું હતું. તે તળાવના એજન્સી સામે મામાએ ફરિયાદ નોંધાવી હતી.
કારણ કે તળાવ ઉંડુ હતું છતાં પણ તેની સલામતીની આસપાસ કોઈ વ્યવસ્થા કરી ન હતી. તેને કારણે ગામના લોકો ખૂબ જ ગુસ્સે થયા હતા. અને તળાવની જવાબદારી લીધેલી એજન્સી સામે ફરિયાદ નોંધાવી હતી. આ તળાવની કામગીરી જલ્દી પૂરી કરવા અપીલ કરી હતી. આમ, એક જ ઘરના બંને ભાઈ-બહેનના દીકરો-દીકરી મૃત્યુ પામ્યા હતા.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!