ઘોડિયામાં ઊંઘતી 5 મહિનાની માસુમ બાળકી પર કુતરાએ હુમલો કર્યો, બાળકીની હાલત જોઇને તમારું પણ હદય ધ્રુજી જશે..વાંચો..!!

0
138

રાજ્યમાં આજકાલ નાના બાળકો સાથે આકસ્મિક ઘટનાઓ બની રહી છે. આ ઘટનાઓ ખૂબ જ બાળકો સાથે ગંભીર બનવાને કારણે બાળકોના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. શહેરી વિસ્તારમાં લોકો પોતાના ઢોરને રસ્તા પર છુટા મૂકી દે છે. તેને કારણે સ્થાનિક શહેરીજનોને ખૂબ જ મુશ્કેલીઓ થઈ રહી છે.

રસ્તે રખડતા કૂતરાઓને કારણે પણ શહેરીજનોને ઘણી બધી મુશ્કેલીઓ આવી રહી છે. આજકાલ મૂંગા પશુઓને લીધે ઘણી મુશ્કેલીઓ થઇ રહી છે. આવી જ એક નાની બાળકી પર કૂતરાએ હુમલો કરીને બાળકીના જીવને જોખમમાં મૂકી દીધો હતો. આ ઘટના વડોદરા શહેરમાં બની હતી. વડોદરા શહેરમાં તરસાલી રોડ પર સમતા વિસ્તારમાં આવેલા ફ્લેટમાં બની હતી.

સમતા વિસ્તારમાં આવેલા વૈકુંઠ ફ્લેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા ટેનામેન્ટમાં એક પરિવાર રહેતું હતું. આ પરિવારમાં આશિષ ભરતભાઈ ટેલર પોતાના પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ-પત્ની અને તેમની દીકરી રહેતા હતા. દીકરી 5 મહિનાની હતી. દીકરીનું નામ જાનવી હતું. આશિષભાઈ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા હતા.

તેની પત્ની અને 5 મહિનાની દીકરી જાનવી બંને ઘરે આખો દિવસ એકલા રહેતા હતા. એક દિવસ આશિષભાઈ પોતાના કામે સવારે નીકળી ગયા હતા. ત્યારબાદ તેની પત્ની ઘરમાં કામ કરી રહી હતી. સાંજના સમયે ઘરની બાજુમાં પીવાનું પાણી રોજે ભરવા જવું પડતું હતું. તેને કારણે બાળકી પોતાના ઘોડિયામાં સૂઈ રહી હતી.

માસુમ દીકરીને માતા સુતી જોઈને થોડીવારમાં જ પાછી આવશે તેમ વિચારીને બાજુમાં નળમાં પીવાનું પાણી ભરવા માટે ગઈ હતી. તે સમયે ઘરની જાળી ખુલી રહી ગઈ હતી. પાણી ભરવા ગયેલી માતા 5 મિનિટમાં જ પાછી આવી હતી. તે સમયે તેણે ઘરમાં જોયું તો એક કૂતરો ઘરમાં આવી ગયો હતો. દીકરીના ઘોડિયા પાસે ઉભો ઉભો દીકરીને ચાટી રહ્યો હતો.

તે સમયે માતાએ કૂતરાને ભગાડવાની કોશિશ કરી હતી. ત્યારે જોયું તો જાનવીનું માથું કુતરાએ ફાડી નાખ્યું હતું.  ત્યાંથી નીકળતા લોહીને કૂતરો ચાટી રહ્યું હતું. આ ઘટના જોઈને માતા ખૂબ જ ચિંતિત અને ગભરાઈ ગઈ હતી. ત્યારબાદ ગભરાઈ ગયેલી માતાએ કૂતરાને ભગાડવાની ઘણી કોશિશ કરી પરંતુ કૂતરું ઘરમાંથી બહાર નીકળ્યું નહીં.

માતા દીકરીને ઘોડિયામાંથી દોડીને લઈને બહાર નીકળી ગઈ ત્યારબાદ બુમા-બુમ કરવા લાગી હતી. તેને કારણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા. કૂતરાને ઘરમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ તરત જ દીકરીના પિતા આશિષભાઈને આ ઘટનાની જાણ કરતા તેઓ આવ્યા હતા.

દીકરીને ગોત્રી મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. પાંચ મહિનાની માસુમ દીકરીને માથામાં 15 ટાંકા આવ્યા હતા. હજુ માસુમ દિકરીની જીવ જોખમમાં હતો. જાનવીની સારવાર ચાલી રહી હતી. નાની બાળકીઓ સાથે આવી ઘટના બનતા ઘરના સભ્યો ચિંતિત બની જાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here