મહારાષ્ટ્રના યવતમાલ જિલ્લાના કાપસીકોપરી ગામમાં 12 બાળકોને પોલિયો ડ્રોપની જગ્યાએ સેનિટાઇઝરના ડ્રોપ પિવડાવવામાં આવ્યા હતા. દરેક બાળકની ઉંમર પાંચ વર્ષ કરતાં ઓછી છે. ઊલટી અને બેચેનીની ફરિયાદ પછી તેમને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. હાલ તેમની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરની ટીમ તેમની દેખરેખ કરી રહી છે.
આ કેસમાં ભાનબોરા પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્રના એક ડોક્ટર, એક આંગણવાડી સેવિકા અને એક આશા કાર્યકર્તા સામે તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. યવતમાલના સોશિયલ એક્ટિવિસ્ટ કિશોર તિવારીએ કહ્યું હતું કે સ્વાસ્થ્યમંત્રી રાજેશ ટોપે સાથે મુલાકાત કરશે અને દોષિતો પર કાર્યવાહીની માગણી કરવામાં આવી છે.
આ બાળકોની તબિયત ખરાબ થઈ
આ ઘટના રવિવારની છે. એ પછીના દિવસે પોલિયો અભિયાન ટીમને જાણ કરવામાં આવી ત્યારે તેમને તેમની ભૂલ સમજાઈ અને તેમણે બીજી વખતમાં બાળકોને પોલિયોની દવા પીવડાવી. જે બાળકો બીમાર થયાં છે તેમનાં નામ- ગિરમ ગેદામ, યોગશ્રી ગેદામ, તનુજ ગેદામ, હર્ષ મેશ્રામ, વેદાંત મેશ્રામ, રાધિકા મેશ્રામ, પ્રાતી મેશ્રામ, માહી મેશ્રામ, નિશા મેશ્રામ, આસ્થા મેશ્રામ અને ભાવના અર્કે છે.
દવા આપવાર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં?
જિલ્લા પરિષદના CEO શ્રી કૃષ્ણ પાંચાલે કહ્યું હતું કે આ બહુ મોટી બેદરકારી છે. પોલિયો વેક્સિનની બોટલ પર વાઇરલ મોનિટરવાળા સ્ક્વેર બનેલા હોય છે. તેમનો એક અલગ રંગ હોય છે. આ સંજોગોમાં બેદરકારી કેવી રીતે થઈ એની કડક રીતે તપાસ કરવામાં આવશે. એ પણ જોવામાં આવશે કે બાળકોને દવા આપનાર સ્ટાફને ટ્રેનિંગ આપવામાં આવી છે કે નહીં?
લેખન સંપાદન : Infogujarat Team
તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવી જાણવા જેવી માહિતી ,સરકારી નોકરી અને યોજનાની માહિતી , બોલીવુડની મસાલેદાર ખબરો, ધાર્મિક લેખો , તાજા સમાચારો , સ્વાસ્થ્ય ટીપ્સ , ખેતી , સ્પોર્ટ્સ તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ વટ થી ગુજરાતી અને infogujaratofficial લાઈક કરી ને અમારી સાથે જોડાઓ. નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ડધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો અમારો કોઈ હેતુ નથી.. “જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”
જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!