આજકાલ દિવસેને દિવસે ઘણી જગ્યાએ આગો લાગી રહી છે. અને આ આગની ઘટનાઓ 2-3 રોજે બની રહી છે. આગ લાગવાને કારણે ફક્ત તે જગ્યા જ નહીં પરંતુ તેની આસપાસની જગ્યાઓમાં પણ ઘણું નુકસાન થાય છે જે બિલ્ડીંગમાં આગ લાગી હોય છે ત્યાં ઘણું નુકસાન પણ થાય છે. અને બધા માલનું પણ નુકશાન થાય છે.
આવો જ એક કિસ્સો સુરતમાં જોવા મળ્યો છે, સુરતમાં અવારનવાર દિવસેને દિવસે ઘણા ગોડાઉનમાં આગ લાગી રહી છે. આ આગ કુદરતી ઘટનાને કારણે નથી લાગતી પરંતુ અમુક માનવસર્જિત હોનારતને કારણે આગ લાગી રહી છે. તેમાં ઘણા લોકો તેનો ભોગ બની જાય છે. સુરતના જોળવામાં જીઆઇડીસીમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
સુરત જિલ્લાના બારડોલીના એક સુરભી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ વિસ્તારમાં જીઆઇડીસીના ગોડાઉનમાં આગ લાગી હતી. જીઆઇડીસીમાં ગોડાઉનમાં આગ ચારે તરફથી આગ ઘેરાઈ ગઈ હતી. તેને કારણે જીસીબીની મદદથી દીવાલ તોડીને આગને કાબુમાં લેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. અને આ ગોડાઉનમાં કોઈ માણસો નહોતા.
ફક્ત માલસામાન જ ભરેલો હતો. આ ગોડાઉન માલસામાન માટે જ બનાવામાં આવ્યું હતું તેને કારણે તેમાં કોઈ મજુરો કે કોઈ હતું નહિ. પરંતુ આ આગ માલ-સામાન સળગવાને કારણે એટલી ભયંકર લાગી ગઈ હતી કે તેના ધુમાડાઓના ગોટેગોટા આસમાને જોવા મળ્યા હતા. તેને જોઈને લોકો અંદાજ મારી રહ્યા હતા કે આ આગ એટલી ભયંકર રીતે લાગી છે.
આ આગમાં ગોડાઉનો બધો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પરંતુ આ ગોડાઉનમાં કારીગરો નહોતા તેને કારણે કોઇ ગંભીર ચિંતા થઈ નથી. આ સુરભી ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ 30 થી 60 નંબરના ખાલી પ્લોટમાં બનાવાયો હતો. અને આમાં એક મોટું ડોમ કરવામાં આવ્યો હતું. ખાલી માલસામાનને કારણે જ કરાયું હતું.
પરંતુ આ આગ કઈ ઘટનાને કારણે બની છે તે હજુ સુધી જાણવા મળ્યું નથી. અમુક સોર્ટ-સર્કીટને કારણે બની હોય એવી શંકા ચાલી રહી હતી. અને આગ એટલા વિશાળ પ્રમાણમાં લાગી ગઈ હતી કે આગ પર કાબૂ મેળવવો ખૂબ જ મુશ્કેલ બની ગયો હતો. ત્યાં પોલીસ પહેલા પહોચી જતા આ કપનીના માલિકને જાણ કરી હતી.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!