પત્ની અને સાળાએ લોખંડનો સળીયો માથામાં મારીને કરી ખૂંખાર ગોપાલ ડોનનો ખેલ કરી નાખ્યો ખત્મ, આ મામુલી વાતે જીવ લીધો..!

0
107

આજકાલ રાજ્યમાં દિવસેને દિવસે ગુનાખોરી, મારામારી, ચોરી જેવા અનેક ઝઘડાઓ વધતા ગયા છે. તેને કારણે આપઘાત અને હત્યા કરવાના કેસો સામે આવી રહ્યા છે. લોકો પોતાના ઘરના ઝઘડાને કારણે ઘરના લોકોને જ મારી નાખે છે. આવા બનાવો ક્યાંકને ક્યાંક આપણી આજુબાજુમાં પણ બની રહ્યા હોય છે.

આવી જ એક ઘટના ગુજરાતમાં મહેસાણા જિલ્લાના શહેરમાં ગોપીનાળા નજીક આવેલા ઘરમાં રહેતા ડોનની હત્યા કરી નાખવામાં આવી છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ગોપાલ ડોન જ હતો. ગોપાલ ડોન મહેસાણાનો જુનો હિસ્ટ્રી  ચીટર માનવામાં આવતો હતો. અને તેને કારણે લોકો ગોપાલ ડોન કહેતા હતા.

એક જમાનામાં ગોપલનું નામ ગોપાલ ડોન પડતા લોકોના કામો થઇ જતા હતા. આ ગોપાલ તેના પરિવાર સાથે ગોપી નાળા નજીક એક મોટા ઘરમાં રહેતા હતા. પરંતુ તેની પત્ની ગોપાલ પર શંકા કરી રહી હતી. ગોપાલની પત્નીને ગોપાલને બીજી કોઈ સ્ત્રી સાથે આડ-સબંધ છે તેવી શંકા થતી હતી.

આ અંગે ગોપાલને જાણ થતા ગોપાલ ગુસ્સે થયો હતો. પત્નીએ તેના ભાઈને આ વાત અંગે કરી હતી. અને તેને કારણે એક દિવસ ગોપાલ રાત્રે સૂતો હતો. રાત મોડી થઇ ગઈ હતી. તેથી લોકો પણ સુઈ ગયા હોય તેથી તેની પત્નીએ તેના ભાઈ સાથે મળીને ગોપાલને મારી નાખ્યો હતો.

ગોપાલની પત્ની અને તેના ભાઈએ માથામાં લોખંડની સળિયાથી મારીને માથું ફોડી નાખ્યું હતું. અને ગોપાલની હત્યા કરી નાખી હતી. ગોપાલને લોહીથી લથબથ કરી દેવાયો હતો. ગોપાલને મૃત હાલતમાં જ છોડી દીધો હતો. અને ગોપાલને માર્યા પછી અને તેના હત્યા બાદ ગોપાલની પત્ની અને તેનો ભાઈ ભાગી ગયા હતા.

સવારે ગોપલનું ઘર ખુલ્લું જોઇને આજુબાજુના લોકો તેના ઘરે ગયા. અને જોયું તો ગોપાલની હત્યા કરી નાખી હતી. અને તેને કારણે આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી હતી. ગોપાલ વિરુદ્ધના અનેક ગુનાઓ નોંધાયેલા હતા.  પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અને આ ગોપાલ ડોનના મૃત્યુની તપાસ કરી રહી હતી.

લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here