ગ્રીષ્માની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા, માં-બાપનું હૈયાફાટ રુદન જોઇને આંસુ સરી પડશે, આખું સુરત શોકમાં..!

0
122

સુરતમાં એક તરફી પ્રેમમાં ફેનિલ ગોયાણી નામના યુવકે 21 વર્ષની માસૂમ ગ્રીષ્માની જાહેરમાં ગળું કાપીને હત્યા કરી નાખી હતી. આ ઘટના બન્યા બાદ સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગયો હતો. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્મા વેકરીયાના પરિવારજનો સાથે મુલાકાત કરી હતી…

અને તેઓને ખાતરી આપી હતી કે દીકરી ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા આપવામાં આવશે. ગ્રીષ્મા વેકરીયાની હત્યા શનિવારે થઈ હતી. પરંતુ તેના પિતા નંદલાલભાઈ વેકરીયા આફ્રિકા હતા. એટલા માટે તેઓને પુત્રનું એક્સિડન્ટ થયું છે તેમ કહીને સુરત બોલાવી લેવામાં આવ્યા હતા…

આજે સવારે તેઓ સુરત પહોંચ્યા છે અને પહોંચતાની સાથે જ તેઓને જાણ થઈ કે મારી લાડકવાયી દીકરી હવે આ દુનિયામાં નથી રહી ક્યારે તેઓ ના દુઃખ નો કોઈ પાર રહ્યો ન હતો. ગ્રીષ્માં વેકરીયાની આજે સવારે 9:30 એ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. અંતિમયાત્રા અશ્વિનીકુમારના સ્મશાનભૂમિ સુધી જવાની હતી…

એ સમય દરમિયાન ૨૦૦ પોલીસ નો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. હત્યારા ફેનીલ ગોયાણીએ ગ્રીષ્માના મોટા પપ્પા પર પણ પ્રહાર કર્યો હતો. એટલા માટે તેઓ હાલ આઇસીયુમાં સારવાર નીચે છે. ગ્રીષ્માના મૃતદેહને આજે સવારે સાત વાગ્યે ઘરે લઈ જવામાં આવ્યો હતો…

આ સમય દરમ્યાન તેની માતાને પણ જાણ કરવામાં આવી હતી કે આપણી લાડકવાયી દીકરી ગ્રીષ્મા હવે આ દુનિયામાં રહી નથી. ગ્રીષ્માની માતાને પહેલા કહેવામાં આવ્યું હતું કે ગ્રીષ્માની સારવાર ચાલી રહી છે. આ ઉપરાંત તેના પિતાને પણ આ બાબતની કશી જાણ હતી નહીં…

માતા-પિતા બન્નેને આ વાતની જાણ મળતાં તેઓના પગ નીચેથી જમીન સરકી ગઇ છે. હાલ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયેલો છે. તેમજ બીજી બાજુ સૌ કોઈમાં રોષનો માહોલ પણ છવાયેલો છે. આજે સવારે ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા.

સૌ કોઈએ અશ્રુભીની આંખે શ્રદ્ધાંજલિ આપી હતી. માતા-પિતા તેમજ સમગ્ર પરિવાર ચારેય ધાર આંસુએ વિદાય આપી રહ્યો હતો. દરેકની આંખોમાં કંઈક અલગ જ પ્રકારનું દુઃખ દેખાઈ રહ્યું હતું. ગ્રીષ્માના પિતા ને જ્યારે આ ઘટનાની જાણ કરવામાં આવી. ત્યારે તેઓ માટે પરિસ્થિતિ ખૂબ જ કપરી બની ગઈ હતી…

ગ્રીષ્માની પાલખી પાસે તેનો ભાઈ તેમજ તેના માતા-પિતા તેમજ પરિવારજનો હળી મળી રહ્યા હતા. તેમાં સૌ કોઈ લોકો તેના માતા-પિતાને સંભાળવામાં લાગી પડયા હતા. સમગ્ર લોકો શોકમગ્ન થઇ ગયા હતા. ગ્રીષ્માની અંતિમયાત્રા અશ્વિનીકુમાર ખાતે સ્મશાનભૂમિ સુધી લઈ જવામાં આવશે…

જ્યારે અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. ગ્રીષ્માના અંતિમ સંસ્કાર વિધિમાં આખું સુરત હિબકે ચડ્યું છે. સૌ કોઈ લોકોએ અશ્રુભીની આંખે વિદાય આપી છે. ખરેખર એક દીકરીની હત્યા બાદ પરિવાર પર આફતોના કાળા વાદળો ઘેરાયા છે. સામાજના અગ્રણીઓએ જણાવ્યું છે કે આ બાબતે હત્યારાને મુકવામાં આવશે નહી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here