ગ્રીષ્મા હત્યા કેસમાં આવ્યો ચોંકાવનારો વળાંક, ફેનિલના વકીલે રજુ કર્યા ફોટો તો ગ્રીષ્માના વકીલે કહી આ ધારદાર વાત કે સાંભળીને હલબલી જશો..!

0
161

સુરતના પાસોદરા વિસ્તારમાં બનેલી ગ્રીષ્મા વેકરીયા હત્યાકેસમાં આરોપી ફેનિલને હાલ સુરતની મુખ્ય ન્યાયાધીશ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો છે. સરકાર પક્ષ અને ફેનિલ ગોયાણીના પક્ષ તરફથી રોજ રોજ સામસામે દલીલો કરવામાં આવે છે. કોર્ટમાં ત્રણ દિવસના ટ્રાયલ પછી સરકાર પક્ષની દલીલો પૂરી થઈ ગઈ હતી..

પરંતુ એવામાં ફેનિલ ગોયાણીના પક્ષ તરફથી વકીલે એવા ફોટોગ્રાફ્સ રજુ કર્યા છે. જે જોતાની સાથે જ સૌ કોઈ લોકો ચોંકી ગયા છે. પરંતુ સરકાર પક્ષના વકીલે જે ધારદાર જવાબ આપ્યો છે તે સાંભળીને તમે પણ કહી બેસશો કે આ વાત સો ટકા સત્ય છે. સરકાર પક્ષના વકીલે દરમિયાન કહ્યું કે ગ્રીષ્મા અને ફેનિલના આ ફોટોગ્રાફ્સ જે તમે રજૂ કર્યા છે..

એ ફોટોગ્રાફની હજુ સુધી તપાસ થઈ નથી. આ ફોટોગ્રાફ્સ આ સાચા છે કે નહીં તેની હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. આ ઉપરાંત આજકાલના મોર્ડન યુગમાં એકબીજા સાથે ફોટા હોય એ સામાન્ય બાબત છે. એટલે બંને પ્રેમમાં હતા એમ ન કહી શકાય. સૌ કોઈ લોકો ની સાથે સાથે પરિવારજનો પણ આ કેસને લઈને ખૂબ જ ચિંતિત છે..

દરેક લોકોની માંગ છે કે, આ કેસના આરોપીને તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા આપવામાં આવે. પરંતુ હાલ કોર્ટમાં બંને પક્ષોની દલીલો ચાલી રહી છે. એમાં પણ ફેનિલ ગોયાણીના પક્ષ તરફથી ફોટોગ્રાફ રજૂ થતાં આ કેસમાં નવો વળાંક આવી ગયો છે. આ ફોટો નું ખંડન કરતા સરકારી વકીલે કહ્યું કે, જે આરોપી પ્રેમ સંબંધની વાતો કરે છે..

તેનામાં કોઈ પણ વ્યક્તિનું ખાનદાનને સાફ કરી નાખવાની હિંમત હોતી નથી. તેમજ પ્રેમ તેમને આ બધી બાબતો શીખવતું નથી. એટલા માટે જુઓ આરોપી પ્રેમની વાત કરતો હોય તો આ બાબતને બિલકુલ નકારી કાઢવામાં આવશે. આ ફોટા જો ફેનીલ પાસે હતાં તો અત્યાર સુધી પોલીસને શા માટે આપવામાં ન આવ્યા..?

આ બાબત ખુબ જ વિચારવા જેવી છે. એટલા માટે તો આ ફોટાને પાછળથી પુરાવા તરીકે ઉભા કરવામાં આવ્યા છે. આ તસવીરો સાચી છે કે નહીં એ તો તપાસ બાદ જ જાણી શકાશે. પરંતુ આ તસવીરો જોઈને સૌ કોઈ લોકો ચોંકી ઉઠયા છે. ફોટોગ્રાફમાં ફેનિલ અને ગ્રીષ્મા બંને ખૂબ જ ખુશ ખુશાલ દેખાઈ રહ્યા છે..

ફેનિલના વકીલ તરફથી પાંચ ફોટોગ્રાફ કોર્ટમાં રજૂ કરતાં જ આ કેસમાં એક ચોંકાવનારો વળાંક આવી ગયો છે. તો બીજી બાજુ સરકારી વકીલે જે ધારદાર દલીલો કરી છે તે સાંભળતાની સાથે જ સૌ કોઈ લોકો કહી રહ્યા છે કે હકીકત પ્રેમમાં એકબીજાને મારી નાખવાની વાત ક્યારેય પણ શીખવવામાં આવતી નથી.

એટલા માટે આ ઘટનાના આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે. હાલ આ કેસની મોટા ભાગની દલીલો ખતમ થઇ ચુકી છે. પરતું હવે આ નવો વળાંક આવતા જ હજી થોડા સમય સુધી દલીલો ચાલશે અને ત્યારબાદ કોર્ટ સુનવણી કરશે તેવું લાગી રહ્યું છે. તો બીજી બાજુ ગ્રીષ્માના પરિવારજનો એ કહ્યું કે આ આરોપીને તાત્કાલિક સજા આપવી જોઈએ.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here