ગુજરાત મેટ્રો પ્રોજેક્ટ:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ મેટ્રો ફેજ-2 અને સુરત મેટ્રોનો શિલાન્યાસ કર્યો, પીએમએ કહ્યું, સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર

0
276

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદ મેટ્રોના ફેજ -2 અને સુરત મેટ્રો પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું છે. વીડિયો કોંફ્રેન્સિંગ દ્વારા સવારના 11:00 વાગ્યે આ પ્રોગ્રામ યોજાયો છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું, કોરોનાકાળ દરમિયાન પણ 17 હજાર કરોડથી વધુ ઈન્ફાટ્રક્ચરનું કામ થઈ રહ્યું છે. અમદાવાદ- સુરત ગુજરાતનું આત્મનિર્ભતાનું પ્રતિક છે. આ મેટ્રો પ્રોજેક્ટ અમદાવાર-સુરતમાં કનેક્ટિવિટીનું કામ કરશે. સુરત એકભારત શ્રેષ્ઠ ભારતનું ઉદાહરણ છે. અને સુરત વિશ્વનું 14મું સૌથી તેજીથી વિકસતું શહેર છે.

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટ ફેજ -2ની લંબાઈ 28.25 કિ.મીની હશે. જેમા બે કોરિડોર હશે. પહેલો મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર સુધી 22.8 કિ.મીનો જ્યારે બીજો જીએનએલયુથી ગિફ્ટ સિટી સુધી 5.4 કિ.મી સુધીનો હશે. ફેઝ -2 ના કામમાં રૂપિયા 5,384 કરોડનો ખર્ચ થશે. સુરત મેટ્રો પ્રોજેક્ટ માટે લાઇન-1 નું ડ્રીમ સિટી સ્ટેશન કોહિનૂર હીરાની આકારમાં બનાવવામાં આવશે. અહીં જમીનનો પ્રોજેક્ટ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ મેટ્રોનું કામ ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન: અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ -2 અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-2એ અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ ફેઝ-1નું વિસ્તરણ છે,

જે અમદાવાદને ગાંધીનગરથી જોડે છે. અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેકટની કુલ લંબાઈ 40.૦3 કિ.મી. છે જેમાંથી, 6.5 કિ.મી. લંબાઈના મેટ્રો ટ્રેનની સુવિધા માર્ચ 2019થી જ કાર્યરત છે અને બાકી રહેલ 33.5 કિ.મી.ની કામગીરી ભારતની આઝાદીના 75 વર્ષની ઉજવણી સાથે ઓગસ્ટ, 2022 સુધીમાં પૂર્ણ થવાનું આયોજન છે.

સુરત 2024માં મેટ્રો સેવા શરૂ થાય તેવી શક્યતા:સુરત માટે મહત્વાકાંક્ષી ગણાતા 12020 કરોડના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટનું આજેે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ભૂમિપૂજન કરશે. સુરત મેટ્રો પ્રોજેકટ ફેઝ-1 અંતર્ગત સરથાણાથી ડ્રિમ સિટી 21.61 કિ.મી. વિસ્તારમાં 20 જેટલા સ્ટેશનોનું નિર્માણ થશે.

જેમાં પ્રથમ ફેઝમાં ડ્રિમ સિટી ખજોદથી કાદરશાની નાળ સુધી 11.6 કિ.મી. માટે રૂા.779 કરોડ અને સુરત રેલવે સ્ટેશનથી ચોકબજાર સુધી 3.46 કિ.મી. સુધી રૂા.941 કરોડનું ટેન્ડર મંજૂર થયું છે. આ બંને ફેઝનું કામ આજે શરૂ થઇ જશે! કોન્ટ્રાક્ટરે 30 મહિનાની અંદર કામ પૂર્ણ કરવાનું રહેશે. જેથી 2023 સુધીમાં બંને રૂટનું કામ પુર્ણ થશે તેવો આશાવાદ છે. જો કે હજુ સુધી જમીનના કબ્જા લેવાની કામગીરી બાકી હોવાથી કામગીરી સમયમર્યાદામાં પૂર્ણ થવાની શક્યતા નહિંવત જણાઇ રહી છે.

સાત હજાર સ્ક્વેર ફૂટમાં હશે ડ્રિમ સિટીનું સ્ટેશન
ડ્રિમ સિટી પર સ્ટેશન 7 હજાર સ્કેવર ફૂટમાં વિસ્તારમાં બનશે. ડાયમંડ બુર્સને લઈને વિશેષ ડિઝાઈન તૈયાર કરવામાં આવી છે. ડાયમંડ બુર્સ પર સ્ટેશન બે માળનું હશે. જેમાં પહેલા માળ પર ટિકિટ કાઉન્ટર, વેઈટિંગ એરિયા, ચેક ઈન ગેટ વગેરે હશે. બીજા માળ પર પ્લેટફોર્મ હશે. જ્યાં પ્લેટફોર્મ એક અને પ્લેટફોર્મ 2 પર ટ્રેન આવશે. આ સ્ટેશનની ક્ષમતા એક વખતમાં 1500 પેસેન્જર હશે.

મેટ્રો વિશે એ બધું જે તમે જાણવા માંગો છો : દરેક રૂટ પર ચાર મેટ્રો ટ્રેન દોડશે

દરેક સ્ટેશને મેટ્રો 30 સેકન્ડ જ ઉભી રહેશે

  • ટ્રેનની સમગ્ર બોડી સ્ટેનલેસ સ્ટીલની છે. વિજળી જવાના સંજોગોમાં લાઈટ એસી. વેન્ટિલેશન માટે એક કલાક માટે બેટરી બેકઅપની વ્યવસ્થા હશે
  • ફુલ્લી ઓટોમેટિક ટ્રેનમાં ઈમરજન્સી એર બ્રેકની સુવિધા હશે. જેથી ટ્રેનના વ્હીલ સ્લિપ કે સ્લાઈડ ન થાય. ટ્રેનની ડિઝાઈન પણ એવી હશે કે, અકસ્માતમાં અથડાય તો ટ્રેનને ઓછંુ નુકસાન થાય.
  • મેટ્રોની અંદર અવાજ ઓછો આવે તે માટે પ્રમાણેની કોચની વ્યવસ્થા હશે.

આવી હશે મેટ્રો ટ્રેન
દરેક રૂટ પર 3-3 કોચની 4 ટ્રેન દોડશે. દરેક ટ્રેનની એવરેજ સ્પિડ 39 કિલોમીટર પ્રતિ કલાકની હશે. જેની મેક્સિમમ સ્પિડ 90 કિલોમીટર પ્રતિ કલાકની છે પરંતુ મેટ્રો વધારેમાં વધારે 80 કિલોમીટર પ્રતિ કલાકની સ્પિડે દોડશે.

દરેક કોચની અંદર 136 સીટ હશે
ત્રણેય કોચમાં 764 લોકો સફર કરી શકશે. જેમાં 136 સિટો હશે જ્યારે 628 લોકોએ ઉભા રહીને સફર કરવી પડશે.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓ તેમજ તમામ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here