ગુજરાતનું ગૌરવ:અમેરિકાના નવા પ્રમુખ બાઇડનની ટીમમાં મૂળ કચ્છના દુર્ગાપુરની યુવતી રીમા શાહને મળ્યું સ્થાન

0
323

ગુજરાતીઓ નો ડંકો અમેરિકામાં !!!

ગુજરાતીઓ વિશ્વના કોઈ પણ ખૂણે જાય.. પોતાની દેશ અને ભાષાની ઓળખથી ઉભરાય જ આવે છે, આવું જ કામ ગુજરાતની રીમા શાહે કરી બતાવ્યું છે, કે ગુજરાતીઓ કોઇથી ઓછા નથી.

જાણો સમગ્ર લેખ ઇન્ફો ગુજરાતના માધ્યમ દ્વારા….

મૂળ કચ્છના માંડવી તાલુકાના દુર્ગાપુરનાં જૈન પરિવારનાં રીમા શાહ 31 વર્ષની યુવા વયે ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સેલના મહત્ત્વના હોદ્દા પર ફરજ નિભાવશે.

અમેરિકાના વ્હાઇટ હાઉસમાં નવા પ્રમુખ જો બાઇડન 20 જાન્યુઆરીએ શપથ ગ્રહણ કરશે. ટીમ બાઇડનમાં બે ગુજરાતી સહિત 20 ભારતીયને કાઉન્સેલની વિશેષ જવાબદારી સોંપાઇ છે,

જેમાં મૂળ માંડવી તાલુકાના દુર્ગાપુરનાં જૈન પરિવારનાં રીમા શાહ 31 વર્ષની યુવા વયે ડેપ્યુટી એસોસિયેટ્સ કાઉન્સેલના મહત્ત્વના હોદ્દા પર ફરજ નિભાવશે. આમ, તેમની વરણી સાથે કચ્છનું ગૌરવ વધ્યું છે.

મૂળ દુર્ગાપુરના વતની અને અમેરિકાના ન્યૂજર્સીમાં મોલના વ્યવસાય સાથે સંકળાયેલા જૈન પરિવારનાં રીમા શાહની ડેપ્યુટી એસોસિયેટ્સ તરીકે વરણી કરાઇ છે.

પ્રીતિબેન ભરત ચનાની પુત્રીને આ ગૌરવવંતું સ્થાન મળતાં વિશા ઓસવાળ મૂર્તિ પૂજક જૈન સમાજમાં આનંદની લાગણી પ્રસરી હતી.

મૂળ ભુજના યુવાન પણ તાજેતરમાં બન્યા છે સેનેટર

થોડા સમય અગાઉ ઓહિયા સ્ટેટની ચૂંટણીમાં મૂળ ભુજના નીરજ અંતાણી સેનેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તેની સાથે સૌથી યુવા વયના સેનેટર તરીકેનું બહુમાન તેમણે મેળવ્યું હતું. હવે મૂળ દુર્ગાપુરની યુવતીને મહત્ત્વની જવાબદારી સોંપાતાં અમેરિકામાં કચ્છનું નામ રોશન થયું છે.

કોણ છે નીરજ અંતાણી

નીરજ અંતાણી પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટ છે. તેમના માતા-પિતા 1987મા ભારતમાંથી વોશિંગટન શિફ્ટ થયા હતા અને ત્યારબાદ મિયામી જતા રહ્યા હતા. નીરજનો જન્મ અમેરિકામાં થયો હતો. નીરજ 23 વર્ષની ઉંમરમાં 2014મા પ્રતિનિધિઓના ઓહિયો ગૃહમાં ચૂંટાયો ગતો. તો 2015મા ફોર્બ્સ મેગેઝિને કાયદા અને નીતિ માટે 30 વર્ષથી ઓછી ઉંમરના ટોપ-30 લોકોમાં નીરજનો સમાવેશ કર્યો હતો.

લેખન સંપાદન : Infogujarat Team

તમે આ લેખ Infogujarat.club ના માધ્યમ થી વાંચી રહ્યા છો,સરકારી યોજનાઓ અને સરકારી નોકરીઓ તેમજ તમામ સમાચારો સૌથી પહેલા મેળવવા માટે આજે જ અમારા ફેસબુક પેજ infogujaratofficial ને લાઈક કરો..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here