ગુજરાત પરથી શાહીન વાવાઝોડાનો ખતરો ટળ્યો? જાણો શું છે વાવાઝોડાની હાલની સ્થિતિ અને કઈ જગ્યાએ ત્રાટકશે..!

0
151

બંગાળની ખાડીમાંથી ઉદભવેલું ગુલાબ વાવઝોડુ ઓડીશામાંથી આડું ફાટીને મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં સોસરું નીકળ્યું છે. આ વાવાઝોડાના કારણે શાહીન વાવાઝોડું અરબ સાગરમાં જન્મ્યું છે. ગુલાબ વાવોઝોડાની તીવ્રતા ગુજરાતના દરિયા કાંઠે પહોચે તેમ તેમ વધતી ગઈ છે.

હવામાન વિભાગે જણાવ્યું છે કે શાહીન વાવાઝોડાએ સ્વરૂપ ધારણ કરી લીધું છે પરતું તે ગુજરાતના સૌરાષ્ટ્રમાં નહી પરતું કચ્છ બાજુ ફંટાઈને પાકિસ્તાન તરફ ચાલ્યું જાય તેવી પૂરે પૂરી શક્યતાઓ છે. જો આ વાવાઝોડું ફંટાઈ જાય તો કચ્છના અખાતમાંથી પસાર થઈને કચ્છમાં પ્રવેશશે અને ત્યાર બાદ ત્યાંથી પાકિસ્તાનના મકરાન કોસ્ટ પર ચાલ્યું જશે.

તેથી ગુજરાત પર વાવાઝોડાનો ભય ઓછો થયો છે. પરતું કચ્છમાં વધારે અસર થઈ શકે છે. પેહલા આ વાવાઝોડાની દિશા રાજકોટ, જામનગર, જુનાગઢ,અમરેલી તેમજ ભાવનગર તરફની હતી. પરતું હવે દિશામાં ફેરબદલ થતા તે કચ્છ થઈને પાકિસ્તાન બાજુ ચાલ્યું જશે. પરતું સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ અને ભારે પવન ફૂંકાશે તેવી આગાહી આપી છે.

વાવાઝોડાના પગલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હાઈ એલર્ટ અપાયું છે. બિનજરૂરી રોડ રસ્તા પર બહાર  નીકળવું તેમજ વીજળીના પોલ, જર્જરિત મકાનથી દુર રેહવું તેવી સુચના પણ આપવામાં આવી છે.  આજે વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, દિવ અને દાદરા નગર હવેલીમાં 60 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે.

2 તારીખ સુધી 100 કિમીની ઝડપે પવન ફૂંકાશે : આજે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાશે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 45થી 70 કિ.મીની ઝડપ સુધીનો પવન ફૂંકાશે. જ્યારે આવતી કાલે પહેલી ઓક્ટોબરે શાહિન ચક્રવાતનું રૂપ ધારણ કરશે. જેથી 100 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. 2 ઓક્ટોબરે શાહિન પોતાની ચરમસીમા પર પહોંચશે જેથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં 100થી 110 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

માછીમારોને ત્રણ દિવસ દરિયો નહીં ખેડવા આદેશ : વાવાઝોડાને કારણે દરિયામાં ગયેલા માછીમારોને પરત આવવા કોસ્ટ ગાર્ડોએ  આદેશ કર્યો છે. ઓખા અને પોરબંદર સહિત ગુજરાતના કોસ્ટ ગાર્ડ સ્ટેશનોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત ગુજરાતના 17 જિલ્લામાં NDRF-SDRFની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે.

પોરબંદરના પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં વરસાદને કારણે મુખ્ય 6 અન્ય 3, પંચાયત હસ્તકના 197 અને એક નેશનલ હાઈવે સહિત કુલ 207 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંઘ કરી દેવામાં આવ્યાં છે. તે ઉપરાંત રાજ્યના 57 ગામોમાં વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો છે.

NDRFની 20માંથી 17 ટીમો ડિપ્લોઇ કરવામાં આવી : વરસાદને પગલે રાજ્યમાં NDRFની 20માંથી 17 અને SDRFની 11માંથી 8 ટીમોને ડિપ્લોઇ કરી દેવામાં આવી છે. NDRFની 20 પૈકીની સુરત, વલસાડ, નવસારી, રાજકોટ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, જામનગર, પાટણ, મોરબી, દ્વારકા, પોરબંદર, ખેડા તથા ગાંધીનગરમાં એક એક ટીમ ડિપ્લોઇ કરવામાં આવી છે. જ્યારે SDRFની 11 પૈકીની રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ખેડા ખાતે ડિપ્લોઇ કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ : બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા વધી હતી. જેના કારણે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તથા મધ્ય ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો.

રાજ્યના 196 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌરાષ્ટ્રના વિસાવદરમાં સૌથી વધુ 10 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે ગીરનાર જંગલમાં 12 ઇંચ વરસાદ ખાબકતા જૂનાગઢની સોનરખ નદીમાં ભારે પૂર આવ્યું હતું. ભરૂચ શહેરમાં એકધારા 14 કલાક વરસાદને કારણે શેરીઓમાં પાણી ફરી વળ્યા હતા.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુ જરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો! 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here