ગુજરાતનુ ફરસાણ ખુબ જ પ્રખ્યાત છે. તે બધા ફરસાણ માથી પણ ગાઠીયા ખુબ જ વધુ પ્રખ્યાત છે. તીખા ગાઠીયા બધાને ખુબ જ પસંદ આવે છે. તે સ્વાદમા તીખા અને કડક તેલમા તળેલા હોય છે. આને બધાની ઘરે હોય જ છે. આની સાથે લોકો તળેલા મરચા, ગાજરનુ ખમણ, સલાડ અને કેરીના અચાર સાથે ખાય છે. બહાર જેવા જ સ્વાદીષ્ટ ગાંઠીયા ઘરે જ બનાવતા શીખો. આને બનાવવાની વસ્તુ તૈયાર કરવા માટે ૧૦ મિનિટ લાગે છે અને બનાવા માતે અડધી કલાક થાય છે. તમે અહિં ચાર વ્યક્તિઓ માટે બનાવતા શિખશો.
સામગ્રી :
દોઢ વાટકી ચણાનો લોટ, એક ચમચી અજમા, એક નાની ચમચી હળદર, એક નાની ચમચી લાલ ચટણી, એક નાની ચમચી, તીખાની ભુક્કી, ચપટી એક બેકિંગ સોડા, નિમક સ્વાદ અનુસાર, લોટ માટે બે ચમચી તેલ અને તળવા માટે જરુરીયાત મુજબ નુ તેલ અને બે વાટકા પાણી.
બનાવાની રીત :
એક તપેલીમા ચણાનો લોટ લેવો. તેમા ચટણી, હળદર, અજમા, તીખાની ભુક્કી, બેકિંગ સોડા ( સોડા બાય કાર્બોનેટ ), તેલ અને નિમક નાખવુ. ત્યારબાદ તે બધી વસ્તુને સારી રીતે ભેળવી લેવુ જોઇએ. પછી તેમા બે વાટકા પાણી નાખીને મુલાયમ લોટ બાંધી લેવો જોઇએ. તે વધારે કડક ના હોવો જોઇએ. એ વધારે ઢીલો પણ ના હોવો જોઇએ. ત્યારબાદ તેમા પાછુ બે ચમચી તેલ નાખીને લોટને ટીપી લેવો જોઇએ. હાથથી ચાલે તેવુ સેવ પાડવાનુ મશીન લેવુ જોઇએ. આ મશીન અનેક પ્રકારના આવે છે અને તેના આકાર પણ જુદા જુદા આવે છે.
જેમાં જુદી જુદી વસ્તુઓ બનાવવા માટે જુદી જુદી જાળીઓ આવે છે. આને બનાવા માટે મોટા તીના વાળી જાળી લેવી જોઇએ. આ જાળીને સેવના મશીનમા નીચે ફીટ કરવી જોઇએ. ત્યારબાદ તેમા લોટ ભરી લેવો જોઇએ. ત્યારબાદ તેને બંધ કરી દેવુ જોઇએ. ત્યાર પછી ગેસને ધીમી આંચ પર રાખીને એક કડાઇમા તેલ ગરમ કરવા માટે મુકવુ જોઇએ. તેલ ગરમ થાય પછી આ મશીનથી કડાઇની અંદર મશીનને ફેરવવુ જોઇએ. આમ આને ધીમે ધીમે ગોળ આકારમા ફેરવવુ જોઇએ.
કડાઇ માં સમાય તેટલી ગાઠીયા પાળી લેવા. તેને પાંચ થી છ મિનિટ સુધી તેલમા રહેવા દેવા. તેને વચ્ચે વચ્ચે હલાવતા રહેવુ જોઇએ. ત્યારબાદ તેને તેલ માથી કાઢીને તેલને નિતારી લેવુ. તેને દસ મિનિટ ઠંડા થવા માટે રાખવુ. ત્યારબાદ તેને તમે ડબ્બામા ભરી શકો છો. આને તમે બે થી ત્રણ અઠવાડીયા સુધી ભરીને રાખી શકો છો. તો તૈયાર છે કડક અને તીખા ગાંઠીયા.
વિવિધતા :
ઘણા લોકોને અજમા અને તીખા પસંદ નથી. તમે આ પસંદ નથી તો તેને ન નાખવા જોઇએ. સેવ પાડવાનુ મશીન તમને તમારી આજુબાજુની વાસણની દુકાને થી મળી જાશે. આ સ્વાદમા તીખા, નિમકનો સ્વાદ અને ખાવામા એકદમ કદક લાગે છે.
પીરસવાની રીત :
આને તમે ચાની સાથે ખાય શકો છો. જો તમને ચા પસંદ નથી તો તમે આને ગમે તેની સાથે ખાય શકો છો. આ નાના થી લઇને મોટા બધાને પસંદ આવે છે. બાળકોને શાળાના નાસ્તાબોક્સ માટે ખુબ જ સારુ છે.