ગુજરાતમાં મેઘરાજા નારાજ થયા હોય એવું જણાય રહ્યું છે કારણ કે છેલ્લા ઘણા સમયથી વરસાદે ડોકિયું કર્યુ નથી. ગુજરાતમાં 17 તારીખ બાદ ચોમાસું ફરીવાર સક્રિય થશે એ પ્રકારની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના અંત સુધી સારો વરસાદ વરસી શકે છે.
અતિ ભારે વરસાદની આગાહી : 19 તારીખ થી 21 તારીખ દરમિયાન ભારે થી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે આપી છે. હવે આ આગાહીઓ કેટલી સાચી પડે છે એ તો સમય જ બતાવશે. ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં ગુજરાતના લગભગ વિસ્તારોમા સારો વરસાદ વરસશે એ પ્રકારના અહેવાલ મળી રહ્યા છે.
ચોમાસાની મોડી એન્ટ્રી : જુલાઈ મહિના પછી વરસાદએ મોટો વિરામ લેતા જગતના તાતને ચિંતા વધી ગઈ છે. પાણી વગર ઉભા પાક સુકાવા લાગ્યા છે. જો હજુ 1 અઠવાડિયું વરસાદ નહી વરસે તો સ્થિતિ વધારે ગંભીર થઈ શકે છે. હજુ પણ સારો વરસાદ થશે એ આશાએ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. જો વરસાદ નહી પડે તો મોટી વિકટ સ્થતિ સર્જાશે. ખેડૂતોના પાક સિંચાઈના અભાવે ખરાબ થઈ રહ્યા છે, ક્યાંક વાવેલા પાકો સુકાઈ રહ્યા છે તો ક્યાંક હજુ પણ વાવણી નથી થઈ.
ડેમો, નદી – નાળા ખાલી ખમ : નદી નાળા અને જળાશયોમાં પાણીની આવક બિલકુલ નહિવત છે એટલા માટે રાજ્યના ૫૦ ટકા કરતા વધારે જળાશયોમાં પાણીનો પુરતો જથ્થો મોજુદ નથી. પાણીની ઓછી માત્રા ઉનાળામાં મોટું સંકટ ઉભું કરી શકે છે. ચેકડેમમાં પાણીની આવક ન થતા જમીનના તળો પણ ઊંડા ચાલ્યા ગયા છે. ડેમમાં પીવાનું પાણી સાચવી રાખીને બાકીનું પાણી સિંચાઈ માટે ખેડૂતોને આપવામાં આવે એ પ્રકારની ચર્ચા વિચારણાઓ ચાલી રહી છે.
સરેરાશ વરસાદ ખુબ ઓછો : ચોમાસું જ્યારથી બેસ્યું છે ત્યારથી અત્યાર સુધી રાજ્યમાં કુલ 51 ટકા જેટલો જ વરસાદ પડ્યો છે. જયારે વાવણી સીઝનનો કુલ વરસાદ 36 ટકા જેટલો નોંધાયો છે. જે ગયા વર્ષની સાપેક્ષમાં ખુબ એટલે ખુબ જ ઓછો છે. જો પાછો વરસાદ ખેચી જશે તો ખરીફ પાકોને ધાર્યા કરતા વધારે નુકસાન થશે એવી ભીતિ સતાવી રહી છે. ગઈ કાલે હવામાન વિભાગે આગાહી આપતા જણાવ્યું હતું કે આજ થી આવનારા 5 દિવસો સુધી રાજ્યમાં વરસાદની આશંકાઓ નહીવત રહેલી છે.
ઓગસ્ટના અંત સુધી વરસાદી માહોલની શક્યતા : જો વાત કરવામાં આવે તો આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં પણ સવારથી જ વાતાવરણમાં પરિવર્તન આવ્યું છે વાતરવરણાં ઠંડક ફેલાઈ ગઈ છે તો કેટલાક વિસ્તારમાં હળવા છાંટા પણ પડ્યો હાવોનું સામે આવ્યું છે. હવામાનની આગાહી મુજબ દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે જ્યારે ઓગસ્ટના બીજા સપ્તામાં સારો એવો વરસાદ પડી શકે છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!