ગુજરાતમાં ત્રીજી લહેર ચાલુ : કપ્પા વેરિએન્ટના એક સાથે આટલા કેસ આવ્યા.. બચવુ હોય તો અપનાવો આ નુસખા.

0
181

વિશ્વમાં ચારેય કોર કોરોનાનો કહેર ચાલી રહ્યો છે જુદા જુદા દેશોમાં જુદાજુદા વેરિએન્ટ ધૂમ મચાવી રહ્યા છે. ભારતમાં કોરોનાની બીજી લહેર આવ્યા બાદ ત્રીજી લહેરની આશંકાઓ વ્યકત થવા લાગી હતી તે હવે સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે.

ભારતમાં ડેલ્ટા વેરિએન્ટ બાદ હવે કપ્પા વેરિએન્ટ ધૂમ મચાવી રહ્યો છે , મહારાષ્ટ્રમાં અમુક કેસો આવ્યા બાદ હવે ગુજરાતમાં પણ કપ્પા વેરિએન્ટના કેસો આવાના ચાલુ થઈ ગયા છે. ગુજરાતમાં પેહલી વાર કપ્પા વેરિએન્ટ ના 6 કેસો સામે આવ્યા છે.

ગઈ કાલે સ્વાસ્થ્ય વિભાગે જણાવેલી માહિતી અનુસાર ગુજરાતના જુદા જુદા જીલ્લાઓમા કપ્પા વેરિએન્ટના કેસો નોંધાયા છે જે પૈકી 3 કેસ જામનગરમાં , બે કેસ પંચમહાલ જિલ્લાના ગોધરામાં અને એક કેસ મહેસાણામાં નોંધાયો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ કોરોનાની ત્રીજી લહેરના આ વેરિએન્ટને “કપ્પા” વેરિએન્ટ નામ આપ્યું છે.

વિભાગે જણાવ્યું કે આ વર્ષે માર્ચ અને જૂનની વચ્ચે કોવિડ-19 સંક્રમિત આ રોગી નમૂનાની જીનોમ સિક્વેન્સિંગથી જાણી શકાયુ છે કે, આ વેરિયન્ટ સંક્રમિત છે. ભારતીય આર્યુવિજ્ઞાન અનુસંધાન  પરિષદ(ICMR)ના મુજબ કપ્પા વેરિયન્ટ વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ છે નહિ કે વેરિયન્ટ ઓફ કન્સર્ન.

કપ્પાના કેસ મળતા સ્વાસ્થ્ય વિભાગ સજાગ : ગુજરાતમાં પહેલી વખત 6 કપ્પા વેરિયન્ટના કેસ નોંધાતા સ્વાસ્થ્ય વિભાગ સજાગ થયું છે અને આ 6 દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોની પણ તપાસ શરૂ કરી છે. જો કે હજુ સુધી સંપર્કમાં આવેલા લોકોમાં કોઇમાં લક્ષણો નથી દેખાયા. જે વિસ્તારમાં કેસ નોંધાયા છે એ  વિસ્તાર પર પણ સ્વાસ્થય વિભાગ નજર રાખી રહ્યું છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની સંખ્યા :  ગુજરાતમાં અત્યાર સુધીમાં કોવિડ-19ના 8,24,683 કેસ સામે આવ્યાં છે. જેમાંથી 8,14,265 દર્દી રિકવર થઇ ચૂક્યાં છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસની સંખ્યા 342 છે. તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્રારા જાહેર કરાયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં 39,097 નવા કેસ સામે આવ્યાં છે.

તો 546 કોરોના સંક્રમિતોએ જિંદગી ગુમાવી છે. શુક્રવારે જાહેર થયેલા આંકડા પર નજર કરીએ તો 35,342 નવા કેસ સામે આવ્યાં છે. સતત બે દિવસમાં કોરોના સંક્રમિતના 40 હજારથી ઓછો કેસ સામે આવ્યાં છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here