ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગએ આપી આ મોટી આગાહી , આ તારીખે તો તૂટી પડશે ધોધમાર વરસાદ..જાણો..!

0
220

ગુજરાતમાં વરસાદને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને  સુરતમાં વરસાદી માહોલ રહેશે. તો સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં પણ મેઘ મહેર થશે.હવામાન વિભાગના કહેવા પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી હતી. હવામાન વિભાગના મતે 16 થી 18 જૂન દરમિયાન દરિયાઇ કાંઠે સામાન્ય વરસાદ થઈ શકે છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી હવામાન વિભાગે આપી હતી. આગામી પાંચ દિવસ દરિયામાં 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જેના કારણે દરિયો તોફાની બનવાની આગાહીને કારણે માછીમારોને દરિયો ન ખેડવાનું સૂચના આપવામાં આવી છે.

વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. નવસારી અને તાપીમાં વરસાદ પડ્યો છે. તાપીના વ્યારાાં વાદળછાયા વાતાવરણ બાદ વરસાદ શરૂ થયો છે. 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દાદરાનગર હવેલી તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને જૂનાગઢમાં વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું 14-15 જૂન સુધીમાં દિલ્હી, હરિયાણા, પંજાબ સહિત ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં પહોંચશે. ચોમાસુ બંગાળની ખાડી, ઓડિશા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગોમાં આગળ વધ્યું છે.

તે આગામી 24 કલાકમાં ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશને આવરી લેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સુરતમાં વરસાદી માહોલ રહેશે.  સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.

ગીર સોમનાથ અને વેરાવળમાં મેઘરાજા ની પધરામણી થઇ હતી. ઉકળાટ બાદ વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. હવામાન વિભાગના કહેવા પ્રમાણે અમદાવાદમાં આગામી પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન વિભાગે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી હતી.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here