ગુજરાતના 55 લાખ ખેડૂતો માટે આનંદની લહેરો, સરકાર આ તારીખ સુધી આપશે પિયત માટે નર્મદાનું નીર…

0
192

ગુજરાતના પશુપાલકો અને ખેડૂતોને ઊનાળામાં પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે આગામી 30મી જૂન સુધી નર્મદાના નીર સમગ્ર ગુજરાતના લોકોને આપવાનો નિર્ણય નાબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીધો છે. આ માટે નર્મદાની કૅનાલ, ફતેવાડી કેનાલ, સુજલામ સુફલામના નેટવર્ક, ખારીકટ કેનાલ અને સૌની યોજનાના નેટવર્કનો ઉપયોગ કરવામાં આવશે.

30 જૂન સુધી પાણીનો સપ્લાય કેનાલ નેટવર્ક મારફતે ચાલુ રાખવાની જાહેરાત : આગામી ત્રીસમી જૂન સુધી પાણીનો સપ્લાય કેનાલ નેટવર્ક મારફતે ચાલુ રાખવાની જાહેરાત કરતાં તેમણે કહ્યું હતું કે 13મી મેની સ્થિતિએ ગુજરાતની જીવાદોરી ગણાતી નર્માદાની સપાટી 123.38 મીટર પર છે.

નર્મદાના પાણીનો યોગ્ય વપરાશ થાય તે માટે સમયબદ્ધ આયોજન : આ પાણી રાજ્યના નાગરિકોને ઊનાળામાં પીવાનું પાણી પૂરૂં પાડવા માટે અને ખેડૂતોને ખેતી માટે પૂરૂં પાડવા માટે ઉપયોગમાં લેવાશે. પાણીનો યોગ્ય વપરાશ થાય તે માટે સમયબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે. બીજા શબ્દોમાં કહીએ તો દરેક એરિયામાં નિશ્ચિત સમયગાળામાં સપ્લાય મળશે તેવું આયોજન કરાયું છે.

રાજ્યના જે વિસ્તારોમાં પાણીની જરૂર હશે તે વિસ્તારમાં ગુજરાત સરકારના સિંચાઈ વિભાગ દ્વારા પાણીનો પુરવઠો પહોંચાડવામાં આવશે. તેનાથી ખેડૂતોને ખાસ્સો લાભ થશે. જોકે આગામી પંદરમી જૂન સુધીમાં ગુજરાતમાં ચોમાસું બેસી જવાની સંભાવના હોવાથી આ વરસે પાણીની બહુ મોટી તકલીફ પડવાની સંભાવના ઓછી જણાય છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here