મોદી મંત્રીમંડળના વિસ્તરણ બાદ હવે મંત્રાલયોની ફાળવણી કરવામાં આવી છે. ગૃહમંત્રી અમિત શાહને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેશન એટલે કે સહકારિતા મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. તે સિવાય આજે શપથ લેનારા ગુજરાતના સાંસદ મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે વડાપ્રધાન મોદી વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રાલય પોતે સંભાળશે. તે સિવાય કોગ્રેસમાંથી ભાજપમાં આવેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને સિવિલ એવિએશન મંત્રાલય સોંપવામાં આવ્યું છે.
મનસુખ માંડવિયાને સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે સાથે રસાયણ અને ફર્ટિલાઇઝર મંત્રાલયનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે 53 મંત્રાલયોને હવે 30 કેબિનેટ મંત્રી સંભાળશે. તે સિવાય અશ્વિનિ વૈષ્ણવ હવે દેશના નવા રેલવે મંત્રી હશે. તેમણે આઇટી મંત્રીનો વધારાનો હવાલો સોંપવામાં આવ્યો છે. તે સિવાય ધર્મેન્દ્ર પ્રધાનને શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યા છે. પ્રધાનને સ્કિલ ડેવલપમેન્ટ મંત્રાલયની વધારાની જવાબદારી સોંપવામાં આવી છે.
હવે દેશના નવા કાયદા મંત્રી કિરણ રિજિજૂ હશે. તે સિવાય આરકે સિંહને ઉર્જા મંત્રી બનાવવામાં આવ્યા છે. આરકે પૂર્વ આઇએએસ અધિકારી છે. આરકે સિંહ દેશના ગૃહ સચિવ રહી ચૂક્યા છે. સર્બાનંદ સોનોવાલને આયુષ મંત્રાલય સોંપવામાં આવ્યું છે. તે સિવાય તેમની પાસે શિપિંગ વોટરવેજ મંત્રાલય રહેશે. નારાયણ રાણેને લઘુ મધ્ય ઉદ્યોગ મંત્રી બનાવવામાં આવ્યા છે.
વડાપ્રધાન મોદી પાસે કર્મચારી, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય રહેશે. અમિત શાહ પાસે ગૃહ અને સહકારિતા મંત્રાલય, રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રી અને નિર્મલા સીતારમણ નાણા અને કોર્પોરેટર મામલાના મંત્રી રહેશે.
મનસુખ માંડવીયા હવે સ્વાસ્થ્ય બાબતે ગુજરાતની કાર્યપ્રણાલી મુજબ સમગ્ર દેશમાં આયુર્વેદિકનો દોર ચાલુ કરશે, તેમજ કોરોનાની બીજી વેવ દરમિયાન સરકાર પાસે કોઈપણ પ્રકારઉ આયોજન નોહતુ જે બાબતની હવે મનસુખ માંડવીયા ખાસ નોંધ લેશે અને દેશના સ્વાસ્થ્ય સુવિધાને અગ્રીમ લેવલ સુધી લઈ જશે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!