ગુજરાતને ખેદાન-મેદાન કરતું વાવાઝોડું, બે-ત્રણ કલાકમાં અમદાવાદમાં ત્રાટકવાની શક્યતા.. આટલી સ્પીડથી વધી રહ્યું છે આગળ.. જાણો..!

0
162

વાવાઝોડાની શક્યતાના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખડેવા અને દરિયાકાંઠાના વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

125 કિમી ઝડપે ફૂંકાશે પવન : ભાવનગરના ઘોઘાનો દરિયો વાવાઝોડાના પગલે તોફાની બન્યો છે. દરિયામાં 10 થી15 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. વાવાઝોડું પસાર થયા બાદ પણ અસર ઓછી નથી થઈ. વાવઝોડુ આગામી 1.30 કલાકમાં સીવીયર સાયકલોન બની જશે. 115 થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે.

અમરેલી, ભાવનગર, બોટાદમાં હજી પણ 115 થી 125 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ગીર સોમનાથ,જુનાગઢ, ખેડા,આણંદ, ભરૂચ અને દક્ષિણ અમદાવાદ માં 70 થી 80 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે.

ત્રણ કલાકમાં અમદાવાદને વાવાઝોડું સ્પર્શે તેવી શક્યતા : આગામી બે-ત્રણ કલાક  પછી ગમે તે સમયે અમદાવાદ જિલ્લાને સ્પર્શે તેવી શક્યતા છે. દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણ સજજ છે. કામ વગર કોઈપણ વ્યક્તિએ બહાર ના નીકળવાના જિલ્લા કલેકટરે તાકીદ કરી છે.  કોઈપણ સંભવિત આપત્તિના સમયે તાલુકા અને જિલ્લા વહીવટી તંત્રનો સંપર્ક કરવા જિલ્લા કલેક્ટર સંદીપ સાગલે એ લોકોને અપીલ કરી છે.

સુરત એરપોર્ટ બપોરે એક વાગ્યા સુધી બંઘ : સુરત એરપોર્ટના ડાયરેક્ટર અમન સૈનીના જણાવ્યા મુજબ એરપોર્ટ બપોરે 1.00 વાગ્યા સુધી બંધ કરવામાં આવ્યું છે. સવારની તમામ ફલાઈટો થઈ બંધ રહેશે. સુરતથી મુંબઈ તેમજ દિલ્લીની ફલાઈટ રદ કરવામાં આવી છે.

રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ : વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં 188 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં પણ વહેલી સવારથી વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમરેલીના બગસરા માં 8 ઇંચ વરસાદ ખબાક્યો છે. ગીર સોમનાથ ના ગીર ગઢડામાં સાડા સાત ઇંચ વરસાદ પડ્યો છે. વલસાડના ઉમરગામમાં પણ સાડા સાત ઇંચ તથા ગીર સોમનાથના ઉનામાં સાત ઇંચ વરસાદ ખાબક્યો છે.

વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો : ભાવનગરમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. વાવાઝોડાની આંખનો ભાગ પ્રવેશ્યો છે. સોમનાથ, વેરાવળ, ઉના અને કોડીનાર સહિતના દરિયાઈ વિસ્તારોમાં 130 કિમી સુધીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે અને લેન્ડફોલની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. સોમનાથમાં વાવાઝોડાની ભારે અસર જોવા મળી રહી છે. અહીં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો છે. સાથે સાથે ધોધમાર વરસાદની શરૂઆત પણ થઈ હઈ છે.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here