ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ડેમની જળસપાટીમાં 24 કલાકમાં અઢી ફૂટનો વધારો થયો છે. હાલ ડેમની જળ સપાટી 116.17 મીટર છે. ડેમમાં 22 હજાર 323 ક્યુસેક પાણીની આવક છે. આઠ હજાર ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડવામાં આવ્યુ છે.ડેમની જળ સપાટીમાં દર કલાકે એક સેન્ટીમીટરનો વધારો થઈ રહ્યો છે.
નમૅદા ડેમની સપાટી ૮૧ સેનિટીમીટર જળ સપાટી ૧૧૬.૧૭ મીટર : ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સપાટીમાં એક જ દિવસમાં અઢી ફૂટનો વધારો થયો છે. ઉપર વાસ અને કૅચ મેન્ટ વરસાદનાં પગલે આ વધારો થયો છે. નમૅદા ડેમની સપાટીમાં ૨૪ કલાકમાં અઢી ફૂટ નો વધારો થયો છે. ૧૨૦૦ મેગાવોટનુ રીવર બેડ પાવર બંધ રાખવામાં આવ્યું છે.
૨૪ કલાકમાં નમૅદા ડેમની સપાટી ૮૧ સેનિટીમીટર જળ સપાટી ૧૧૬.૧૭ મીટર છે.પાણીની આવક ૨૨૩૨૩ ક્યુસેક છે.લાઇવ સટોરેજ ૬૬૯ મિલિયન ક્યુસેક મીટર છે. ૮ હજાર ક્યુસેક પાણી મુખ્ય કેનાલમાં છોડવામાં આવ્યું છે. નમૅદા ડેમની સપાટીમાં દર કલાકે એક સેમી.નો વધારો થઈ રહ્યો છે.
રાજ્યમાં હજુ ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે : રાજ્યમાં હજુ ચાર દિવસ સાર્વત્રિક વરસાદ યથાવત રહેશે. લો પ્રેશર સક્રિય થતાં રાજ્યમાં મેઘ મહેર બે દિવસ સુધી યથાવત રહેશે. આવતીકાલે વધુ એક લો પ્રેશર સક્રિય થાય તેવી શક્યતા હવામન વિભાગએ વ્યકત કરી છે..
આજે અને આવતીકાલે ડાંગ, તાપી, નર્મદા, નવસારી, દીવ દમણ, દાદરાનગર હવેલી,ગીર સોમનાથ, જામનગર, પોરબંદર, ગીર સોનાથ અને ભાવનગર સહીત હળવાથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 29 જુલાઈએ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુ ચાર દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આવામાં આવી છે.
લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!