આજકાલ અનેક દુર્ઘટનાઓ સર્જાઇ રહી છે. કેટલીક કુદરતી ઘટનાઓ થાય છે તો કેટલીક માનવ સર્જિત ઘટનાઓ થાય છે. અને આ ઘટનાઓમાં કેટલાય લોકોના મોત થઈ જાય છે. અને કેટલાક લોકો ઘાયલ થયા હોય છે આવી અવારનવાર થતી દુર્ઘટનાઓમાં ઘણાં નિર્દોષ લોકો સાથે સાથે સંકળાઈ જાય છે.
હાલમાં એવી જ એક દુર્ઘટના બની છે આ દુર્ઘટના હળવદ વિસ્તારના જીઆઇડીસીમાં સાગર સોલ્ટ નામનું કારખાનું ચાલી રહ્યું હતું. અને તેમાં આ દુર્ઘટના બની છે. આ કારખાનામાં ઘણા બધા શ્રમિકો કામ કરતા હતા. અને કારખાનાની દિવાલ પડી જતા કેટલાય શ્રમિકોને ઈજા થઇ છે.
એક દિવસ કારખાનામાં બપોરે જમવાનો સમય હોવાથી ઘણા શ્રમિકો જમવા માટે ગયા હતા. અને ઘણા શ્રમિકો મીઠા ની થેલીઓના પેકિંગનું કામ કરી રહ્યા હતા. અને પેકિંગ કામ ચાલી રહ્યું હતું તેની બાજુમાં મીઠાની થેલીઓ મૂકવાનું ગોડાઉન હતું. આ ગોડાઉનમાં મીઠાની થેલીઓને ઉપરાઉપરી દબાણ પૂર્વક મુકવામાં આવતી હતી.
તેના કારણે દિવાલ પર પુરતું દબાણ આવ્યું હતું. અને કારખાનું જુનુ હોવાને કારણે દીવાલો ધરાશાયી થઈ ગઈ હતી. તેને કારણે દિવાલ પેકિંગ કરતા શ્રમિકો માથે પડી હતી. અને તેમાં કેટલાક શ્રમિકો દબાઈ ગયા હતા અને ઘણા નું મૃત્યુ પણ થયું છે.આ દીવાલ પડતાં 30 જેટલા શ્રમિકો દિવાલ નીચે દબાઇ ગયા છે અને 12 જેટલા શ્રમિકો મૃત્યુ પામ્યા છે.
12 જેટલા શ્રમિકોને જીસીબી દ્વારા બહાર કાઢવામાં આવી રહ્યા છે. જે શ્રમિકો જમવા ગયા હતા તે બચી ગયા હોવાનું માનવામાં આવે છે. નહિતર અસખ્ય શ્રમિકો આ દીવાલ નીચે આવી ગયા હોત એવું જાણવા મળ્યું છે. આ ઘટના બની તરત જ શ્રમિકોને બચવાના પ્રયાસો ચાલુ કરી દેવાયા છે અને પોલીસને જાણ થતા તે તરત જ આ જગ્યાએ પહોચી ગઈ છે.
આ કારખાનું વર્ષો જુનું બની ગયું હતું. તેને કારણે આ ઘટના બની છે તે માટે પણ આ કારખાનાના માલિકને મૃત્યુ પામેલા શ્રમિકોના પરિવારના લોકોને પુરતું વળતર આપવું પડશે. અને દબાયેલા શ્રમિકોને તરત જ એમ્બ્યુલન્સ બોલાવીને હોસ્પિટલ ખસેડાયા છે. અને આગળની કાર્યવાહી ચાલી રહી છે.
લેખન સંપાદન : Infogujarat Team નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!