ગુજરાતમાં હવે વાગી રહ્યા છે દુકાળ ના ભણકારા, હવે જો વરસાદ ન પડ્યો તો….

0
130

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ સતત ખેંચાય રહ્યો છે અને આ વાતની હવે ખેડૂતો પર અત્યંત ગંભીર અસરો જોવા મળી રહી છે લોકોના કેહવા મુજબ હવે જો આગામી અઠવાડિયા દરમિયાન જો વરસાદ ન વરસ્યો તો તમામ ખેતી અને ખેતી પર નભતા લોકો પર ખુબ માઠી અસરો થઈ શકે છે વરસાદ ન પડવાને કારણે ખેડૂતો માટે એક ચિંતા નો વિષય બની રહ્યો છે.

ઓગસ્ટ મહિનામાં પૂરતો વરસાદ પડ્યો નથી. એના કારણે ખાનગી હવામાન કંપની શક્યા મેટના વર્તારા મુજબ ચોમાસામાં જરૂર કરતા ઓછો વરસાદ થવાની સંભાવના ૬૦% જેટલી ઉંચી છે. ચોમાસાની લોંગ પીરિયડ એવરેજ (એલપીએ) પ્લસ કે માઈનસ ચાર ટકાની એરર સાથે ૯૪% જેટલી રહેવાની સંભાવના છે.

આજ વેધર એજન્સી સ્કાયમેટ દ્વારા અગાઉ એલપીએના ૧૧૦% જેટલો વરસાદ થવાનો અંદાજ આપવામાં આવ્યો હતો. પરંતુ ઓગસ્ટ મહિનામાં ધાર્યો વરસાદ ન પડતા હવે એજન્સીએ જુના આંકડા સુધાર્યા છે. નવા આંકડા મુજબ ગુજરાતમાં દુકાળ પડવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન વરસાદ ખેંચાઈ જતાં

મધ્ય ઓગસ્ટમાં ૯ ટકાની ઘટ સર્જાઈ હતી. અત્યાર સુધીમાં 114 તાલુકામાં 10 ઈંચથી ઓછો વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સિઝનના સરેરાશ વરસાદનો 41.71 ટકા વરસાદ જ વરસ્યો છે! આ ઉપરાંત એક મહત્વની વાત નોંધવામાં આવે તો શહેરી વિસ્તારોમાં સમયાંતરે વરસાદ વરસવાને કારણે શેહરી વિસ્તારના ખેડૂતોમાં હાલ ચિંતા ઓછી જણાઈ રહી છે.

બે તાલુકામાં તો બે ઈંચ કરતા પણ ઓછો વરસાદ નોંધાયો છે. તો 20 તાલુકામાં પાંચ ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. સ્કાયમેટના જણાવ્યા અનુસાર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનમાં દુકાળની સંભાવના નિશ્ચિત મનાય છે. ઓગસ્ટના પ્રથમ પંદર દિવસ દરમિયાન પડેલા બ્રેકને કારણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ, ઓડીસ્સા અને ઉત્તર-પૂર્વ ભારતમાં વરસાદની ઘટ પડી છે.

આ ઘટ ૯ ટકા જેટલી છે, અને નિષ્ણાંતોના કહેવા મુજબ આગામી ૪૮ કલાકમાં વરસાદ ન પડે તો એ ઘટ ૧૦ ટકા સુધી પહોંચી શકે છે. પરંતુ હવામાન ખાતાના કહેવા મુજબ ૨૭ ઓગસ્ટ સુધી વરસાદ થાય એવી સંભાવના નથી! ઓગસ્ટ ૨૦૦૯માં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું, જેને પરિણામે દુષ્કાળ વેઠવો પડેલો.

લેખન સંપાદન : Infogujarat Team : નોંધ:- અમે આ લેખ માત્ર જાણકરી પુરતો આપ સુધી પોહચડીએ છીએ.ભારતીય સંસ્કૃતિના કોઈ પણ ધર્મ કે સમુદાયની લાગણીને ઠેસ પહોચાડવાનો કે અંધશ્રદ્ધા ફેલાવવાનો કોઈ હેતુ નથી..”જય હિન્દ…જય જય ગરવી ગુજરાત”જો અમારા આ લેખો ગમ્યા હોય તો લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here